આમચી મુંબઈ

કૅરટેકરે જ કરી સિનિયર સિટીઝનના બૅન્ક ખાતામાંથી 15 લાખની ઉચાપત

થાણે: મોબાઈલ ફોન અને ડિજિટલ બૅન્કિંગ સેવાનો દુરુપયોગ કરી સિનિયર સિટીઝનના બૅન્ક ખાતામાંથી લગભગ 15 લાખ રૂપિયાની કથિત ઉચાપત કરવા બદલ પોલીસે કૅરટેકર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ડોમ્બિવલીમાં રહેતા વૃદ્ધની પુત્રીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી રોહન રાજભર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદીના 69 વર્ષના પિતાની સંભાળ માટે આરોપીને નવેમ્બરથી ડિસેમ્બર, 2025 દરમિયાન કામે રાખવામાં આવ્યો હતો. આ સમયગાળામાં રાજભરે ફરિયાદીના પિતાનો મોબાઈલ ફોન મેળવી બૅન્કિંગ ડિટેઈલ્સને આધારે નાણાંની ઉચાપત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

આપણ વાચો: રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયમાં રૂ. 3 કરોડનું કૌભાંડ: આચાર્યની બોગસ સહી કરી ઉચાપત કરનારો કર્મચારી પકડાયો…

ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદીના પિતાની જાણબહાર તેમના બૅન્ક ખાતામાંથી 14.97 લાખથી વધુ રૂપિયા વિવિધ બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા સિનિયર સિટીઝનના બૅન્ક ખાતાની તપાસ કરવામાં આવતાં આ ભોપાળું સામે આવ્યું હતું.

આ પ્રકરણે ડોમ્બિવલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. સિનિયર સિટીઝનના બૅન્ક ખાતામાંથી થયેલી નાણાંની લેવડદેવડ અને જે ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયાં તેની વિગતો પોલીસ મેળવી રહી છે. એ સિવાય આ ઉચાપતમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button