Viral Video: દિવાળીની રાતે કારચાલકે યુવકને એક પળમાં કચડી નાખ્યો અને…

પુણેઃ દેશભરમાં આ વર્ષે ધૂમધામથી દિવાળીની ઉજવણી કરવામાં આવી, પરંતુ દેશના અનેક શહેરોમાં પ્રદૂષણમાં વધારા સાથે આગ-અકસ્માતના બનાવો નોંધાયા હતા. પુણેમાં એક હીટ એન્ડ રનના વાઈરલ વીડિયોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. દિવાળીની રાત્રે પુણેના રાવેત વિસ્તારમાં હીટ એન્ડ રનનો કેસ બન્યો હતો.
વાઈરલ સીસીટીવી ફૂટેજ પ્રમાણે દિવાળીની રાતના લોકો રસ્તાના કિનારે ઊભા રહીને લોકો ફટાકડા ફોડતા હતા. ત્યારે અચાનક એક કારચાલકે ફટાકડો ફોડી રહેલા યુવકની ટક્કર મારી પસાર થઈ ગઈ હતી. કારની એટલી સ્પીડમાં હતી કે કોઈ કંઈ સમજે એ પહેલા કારચાલક રફ્ફુચક્કર થઈ ગયો હતો.
આ સમગ્ર મામલો દિવાળીની રાતનો છે. સીસીટીવી ફૂટેજમાં પ્રમાણે અહીં એક વ્યક્તિ જે તેના પરિવાર સાથે ફટાકડા ફોડી રહ્યો હતો તેને એક ઝડપી કારચાલકે ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.
આપણ વાંચો: ઉત્તરાખંડના ભીષણ માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 36 થયો, તપાસ અને વળતરની જાહેરાત
ત્યાર બાદ, ઘટનાસ્થળે હાજર લોકોએ ઉતાવળમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિની ઓળખ સોહમ પટેલ તરીકે થઈ છે. રાવેત વિસ્તારમાં આવેલી ફેલિસિટી નામની સોસાયટીની સામે તેના પરિવાર સાથે ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો.
અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક ઝડપી એસયુવીએ યુવક (સોહમ પટેલ)ને કચડી નાખ્યો હતો. આ કમનસીબ અકસ્માતનું દ્રશ્ય ભયાનક છે. આ અકસ્માતના કારણે દિવાળી જેવા ખુશીના તહેવારના દિવસે પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માતના લગભગ ૪૮ કલાક બાદ પણ આરોપીને પકડી શકાયો નથી.
પોલીસના રેઢિયાળ કામકાજને લઈને રાવેત વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાવેત વિસ્તારના લોકોએ ચેતવણી આપી છે કે જો રાવેત પોલીસ કારચાલકની તાત્કાલિક ધરપકડ નહીં કરે તો તેઓ રસ્તા પર ઉતરી વિરોધ કરશે.