Budget Session: મુંબઈગરાઓને 24 કલાક પાણી નહીં મળવાનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો…
ભાજપના વિધાનસભ્યએ કરી મોટી માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દર વર્ષે પર્યાપ્ત વરસાદ પછી પણ પીવાના અને વાપરવાના પાણીની લોકોને ગંભીર કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મુદ્દો આજે મહારાષ્ટ્રના વિધાનસભામાં ગાજ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્યએ શ્વેતપત્ર રજૂ કરવાની મોટી માગણી કરી હતી.
વીજળી અને પાણી આ બંને વસ્તુ અત્યંત મૂળભૂત જરૂરિયાતો છે અને ભારતની આર્થિક રાજધાની ગણાતા શહેર મુંબઈમાં શહેરીજનોને પાણીની અછતનો સામનો કરવો પડે તે મોટો પ્રશ્ર્ન છે. આ પ્રશ્ર્ન બાબતે વિધાનસભામાં શ્વેતપત્ર રજૂ કરવાની માગણી ભાજપ દ્વારા કરવામાં આવી છે. ભાજપ દ્વારા સીધે સીધું મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના કારભાર ઉપર સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો.
હાલમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને મંગળવારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેના બીજા દિવસે જાહેર જનતાની વિવિધ સમસ્યાઓ મુદ્દે પ્રશ્ર્નો માંડવામાં આવ્યા હતા અને એ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા ઉપર મોટો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.
વિધાનસભામાં છેલ્લાં પચીસ વર્ષથી એક જ પરિવારનું શાસન છે અને મુંબઈગરાઓ ત્રીસ હજાર કરોડ રૂપિયા ભરવા છતાં મુંબઈગરાઓને પીવાનું પૂરતું પાણી નથી મળી રહ્યું, એમ કહી ભાજપના વિધાનસભ્ય આશીષ શેલારે ચોવીસ કલાક પીવાનું પાણી પૂરું પાડવાની યોજના વિશે મોટો દાવો કર્યો હતો.
તેમણે કહ્યું હતું મુંબઈ મહાનગરહપાલિકામાં છેલ્લા એક જ કુટુંબની સત્તા છે અને મુંબઈગરાઓ પચીસ હજાર કરોડ રૂપિયનો કર ભરતા હોવા છતાં તેમને પીવાનું પૂરતું પાણી નથી મળતું. તેટલે મુંબઈના પાણી પુરવઠા અંગે એક શ્ર્વેતપત્ર રજૂ કરવા અને ચોવીસ કલાક પાણી પૂરું પાડવાની યોજનાની તપાસ કરવામાં આવે, એમ તેમણે જણાવ્યું હતું.