Bill પાસ કરાવવા લાંચ: મુંબઈના રેલવે અધિકારીની રંગેહાથે કરાઈ ધરપકડ
નવી દિલ્હીઃ રેલવેમાં ગૂડસના સપ્લાય કરનારી કંપની પાસેથી બિલ પાસ કરાવવાના બદલે લાંચ લેવાના કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના ડીઆરએમ (ડિવિઝનલ રેલવે મેનેજર)ની ઓફિસના એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારનો કિસ્સો બન્યો હતો.
એક કંપની દ્વારા વેસ્ટર્ન રેલવેને સપ્લાય માટે 4.80 કરોડ રુપિયાના ગૂડ્સ બિલના પેમેન્ટ માટે મુંબઈના પ્રોસેસિંગ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એ વખતે કંપનીના પ્રતિનિધિઓ પાસેથી બિલ સમયસર પાસ કરવા માટે લાખ રુપિયે 100 રુપિયાની લાંચ લીધી હતી, જે લગભગ પચાસ હજારની થઈ હતી. આ ફરિયાદ સીબીઆઈને કરવામાં આવ્યા પછી રેલવેના અધિકારીને લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યો હતો.
સીબીઆઈના અધિકારીએ કહ્યું હતું કે પચાસ રુપિયાની લાંચ લેવાના આરોપસર મુંબઈ સ્થિત ડીઆરએમ ઓફિસમાં તહેનાત ઓફિસ સુપ્રિટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. રેલવેના અધિકારીની અટક કરવામાં આવી હતી, જ્યારે તેની પચાસ હજાર રુપિયાની લાંચ લીધી હતી. ત્યારબાદ અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.
સીબીઆઈના અધિકારીએ કહ્યું હતું કે પશ્ચિમ રેલવેમાં આ પ્રકારના સામાનના સપ્લાય માટે એક ખાનગી કંપનીને પોતાના 4.80 કરોડના ત્રણ બિલના પેમેન્ટ માટે મુંબઈ સેન્ટ્રલ સ્થિત ડીઆરએમ ઓફિસના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો, જ્યારે આ કંપની પશ્ચિમ રેલવે માટે નિયમિત રીતે માલનો સપ્લાય કરે છે.
આરોપીએ કુલ પેમેન્ટ માટે પ્રતિ લાખે 100 રુપિયાની ડિમાન્ડ કરી હતી, જેથી આ રકમ આરોપી પાસેથી પચાસ હજારમાં માગી હતી. કંપનીને તેના 4.80 કરોડના ત્રણ બિલના પેમેન્ટ માટે ઝડપથી કામ કરાવવું હોય તો તમારે તેના માટે ફી ચૂકવવી પડશે. ત્યારબાદ કંપનીની વ્યક્તિએ સીબીઆઈને ફરિયાદ કરી હતી.
સીબીઆઈએ પ્રાથમિક તપાસ કર્યા પછી ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ છટકું ગોઠવીને અધિકારીની પકડી લીધો હતો. તેની સામે લાંચ લેવાના કિસ્સા બદલ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ સીબીઆઈએ આરોપીના બે જગ્યાએ પણ દરોડા પાડ્યા હતા, જ્યાંથી સીબીઆઈએ અનેક પ્રકારના દસ્તાવેજો જપ્ત કર્યા હતા, જ્યારે વધુ તપાસ ચાલુ હોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું.