બોલો, મહારાષ્ટ્રમાં CM, DCM સહિત અન્ય પ્રધાનોના બંગલાના પાણી વેરાના બિલ બાકી
મુંબઈઃ લોકસભાની ચૂંટણીને કારણે દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ પાડવામાં આવી છે ત્યારે સરકારી યંત્રણા માટે વિવિધ પ્રોજેક્ટ અંગે મહત્ત્વની કામગીરી પાર પાડવામાં અવરોધ આવ્યો છે ત્યારે ચૂંટણી ટાણે મુંબઈ મહાનગર પાલિકા દ્વારા ચોંકાવનારો અહેવાલ જાણવા મળ્યો છે, જેમાં મહારાષ્ટ્રમાં સીએમ જ નહીં, અન્ય પ્રધાનોના બંગલાના પાણી વેરાના બિલ બાકી છે.
અલબત્ત, મહારાષ્ટ્રમાં પાણીના બિલને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્યપ્રધાન અને અન્ય પ્રધાનોના સત્તાવાર નિવાસસ્થાને પાણીનું લાખો રૂપિયાનું બિલ બાકી છે. એકલા મુખ્ય પ્રધાનના બંગલા (સીએમઓ)નું ૧૮ લાખ ૪૮ હજાર ૩૫૭ રૂપિયાનું પાણી બાકી છે.
આપણ વાંચો: IPL 2024: ગુજરાત સામે પંજાબ 3 વિકેટે જીત્યું, ગિલની આક્રમક રમત પાણીમાં, શશાંક સિંહ બન્યો મેચ વિનર
સામાન્ય રીતે, જો પાણીનું બિલ બે-ત્રણ મહિનાથી વધુ સમય સુધી ચૂકવવામાં ન આવે તો, બીએમસી ડિફોલ્ટરનું કનેક્શન કાપી નાખે છે, પરંતુ સરકારી આવાસ પર મહાનગર પાલિકાની મહેરબાની ચાલુ હોવાની જાણકારી આરટીઆઈ દ્વારા સામે આવી છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ શકીલ અહેમદ શેખ દ્વારા વોટર ડિફોલ્ટર્સ અંગે માહિતી મંગાતા મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનોના સરકારી આવાસ પર કુલ ૯૫ લાખ ૧૨ હજાર ૨૩૬ રૂપિયાનું બિલ બાકી હોવાનું બહાર આવ્યું હતું. શકીલ અહેમદ શેખે જણાવ્યુ હતુ કે ‘શું મ્યુનિસિપલ કમિશનર કસૂરવાર પ્રધાનોના રહેઠાણોના પાણીના કનેક્શન કાપી નાખવાની હિંમત કરશે?
મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે (વર્ષા બંગલો, નંદનવન), નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, (સાગર, મેઘદૂત), નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર (દેવગિરિ), પ્રધાન સુધીર મુનગંટીવાર (પર્ણકુટી)નો સમાવેશ થાય છે.