માલવણીમાં બોગસ નોટો સાથે બે પકડાયા: નોટ છાપવા માટેની સામગ્રી સહિત 22.30 લાખની મતા જપ્ત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

માલવણીમાં બોગસ નોટો સાથે બે પકડાયા: નોટ છાપવા માટેની સામગ્રી સહિત 22.30 લાખની મતા જપ્ત

મુંબઈ: માલવણી વિસ્તારમાં બોગસ નોટો વિતરીત કરવા કારમાં આવેલા બે જણને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી નોટ છાપવા માટેની સામગ્રી સહિત 22.30 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.

માલવણી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સંપત સામવય્યા એંજપલ્લી (46) અને રહીમપાશા યાકુબ શેખ (30) તરીકે થઇ હતી. બંને તેલંગણાના રહેવાસી છે.

આપણ વાંચો: વોશિંગ મશીનમાંથી મળ્યો ખજાનો! EDની રેઈડમાં વોશિંગ મશીનમાંથી ચલણી નોટોના બંડલ મળ્યા

માલવણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ 29 મેના રોજ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને માહિતી મળી હતી કે માલવણીમાં માર્વે રોડ પર મંદિર નજીક કારમાં બે જણ બોગસ નોટો વિતરીત કરવા આવ્યા છે. આથી પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઇ હતી અને કારમાં હાજર બે જણને તાબામાં લીધા હતા.

પોલીસે કારની તલાશી લેતાં પાંચસો રૂપિયાના દરની 1,740 બોગસ નોટ મળી આવી હતી. એ સિવાય નોટ છાપવા માટેની સામગ્રી પણ કારમાંથી જપ્ત કરવામાં આવી હતી. માલવણી પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરાઇ હતી.

Back to top button