આમચી મુંબઈ

BMC ચૂંટણી: કોંગ્રેસ અને સાથી પક્ષોએ ‘મુંબઈ વિકાસ આઘાડી’નો મેનિફેસ્ટો જાહેર કર્યો

મુંબઈઃ બીએમસી (મુંબઈ મહાનગર પાલિકા)ની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો વચનોની લાણી કરી રહ્યા છે. કોંગ્રેસે આજે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે તેના સાથી પક્ષો વંચિત બહુજન આઘાડી, રાષ્ટ્રીય સમાજ પક્ષ અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) સાથે મળીને પોતાનો મેનિફેસ્ટો રજૂ કર્યો.

જોકે, આજે કોંગ્રેસે આ મેનિફેસ્ટો બીએમસી ઓફિસની સામે જ લોન્ચ કર્યો હતો. બીએમસી ચૂંટણી માટે કોંગ્રેસે તેના ગઠબંધનને મુંબઈ વિકાસ આઘાડીનું નામ આપ્યું છે.

આપણ વાચો: BMC ચૂંટણીમાં ‘જગદંબા તલવાર’ની એન્ટ્રી: મુંબઈ કબજે કરવા ભાજપનો માસ્ટરપ્લાન…

. શું છે મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ?

મુંબઈમાં 6,000થી વધુ બસ સાથે જાહેર પરિવહનનું સૌથી મોટું પુનરુત્થાન જોવા મળશે, આમાં 6,000થી વધુ BEST બસનો કાફલો હશે, જે દરેક મુંબઈવાસીઓ માટે સસ્તું, નિયમિત અને છેવાડાના વિસ્તાર સુધી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.

. રોજ 50 લાખ લિટર પાણીની આપૂર્તિ

મુંબઈનો દૈનિક પાણી પુરવઠો વધારીને 5,000 MLD કરવામાં આવશે, જેનાથી મુંબઈવાસીઓ માટે સ્વચ્છ, સલામત અને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની આપૂર્તિ થશે, પાણીનો કાપ અને ટેન્કર પરની નિર્ભરતા દૂર થશે.

. બીએમસી શાળાઓ ફરી શરુ કરાશે

બંધ પડેલી મરાઠી અને બીએમસી શાળાઓ આધુનિક વર્ગખંડો, પ્રશિક્ષિત શિક્ષકો અને ગુણવત્તાયુક્ત શિક્ષણથી સજ્જ ફરીથી ખોલવામાં આવશે, જેનાથી મરાઠી ઓળખ અને શિક્ષણના અધિકારનું રક્ષણ થશે.

. સ્વચ્છ હવા એક મૂળભૂત અધિકાર

સ્વચ્છ હવાને મૂળભૂત અધિકાર તરીકે ગણવામાં આવશે, જેમાં રીઅલ-ટાઇમ AQI મોનિટરિંગ, બાંધકામ સ્થળે ધૂળ પર કડક નિયંત્રણો, ટ્રાફિક પ્રદૂષણમાં ઘટાડો અને ઉચ્ચ AQI દિવસોમાં કટોકટીના પગલાં લેવાશે.

. યુનિવર્સલ ફ્રી હેલ્થ કાર્ડ

મુંબઈના દરેક નાગરિકને યુનિવર્સલ ફ્રી હેલ્થ કાર્ડ મળશે, જેનાથી બીએમસી હોસ્પિટલોમાં આવશ્યક દવાઓ, નિદાન, ઓપીડી સેવાઓ અને નાની સર્જરી મફતમાં મળી શકશે.

. જાહેર આરોગ્ય સેવાઓનું ખાનગીકરણ નહીં

એક પણ BMC હોસ્પિટલનું ખાનગીકરણ નહીં થાય. તેના બદલે જાહેર હોસ્પિટલોને 24×7 સેવાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે, જેમાં CT સ્કેન, ડાયાલિસિસ અને ICU સુવિધાઓનો સમાવેશ થાય છે.

. ગૌરવ અને વ્યવસ્થા સાથે ફેરીવાળાઓ માટે નીતિ

સ્ટ્રીટ વેન્ડર એક્ટ, 2014 તાત્કાલિક અમલમાં મૂકવો જોઈએ, જેમાં પદયાત્રીઓ અને ટ્રાફિકનું રક્ષણ કરી નિયુક્ત વિસ્તારોમાં પાત્ર ફેરિયાઓનું પુનર્વસન કરવું.

. પ્રદૂષણમુક્ત, સ્વચ્છ મુંબઈ મિશન:

વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન, ધૂળમુક્ત રસ્તાઓ, વેક્યુમ સફાઈ અને કચરાથી ઊર્જા પ્રોજેક્ટ્સ મુંબઈને સ્વચ્છ અને સ્વસ્થ શહેરમાં પરિવર્તિત કરશે.

. લોકકેન્દ્રિત પરિવહન અને ગતિશીલતા

મેટ્રો સ્ટેશનોથી ચાલતી ફીડર બસો, વધુ સારું BEST નિયંત્રણ અને ખાનગીકરણનો અંત જાહેર પરિવહનને લોકોની પ્રથમ પસંદગી બનાવશે.

. જવાબદારી સાથે સમાવિષ્ટ વિકાસ

પાણી અને પરિવહનથી લઈને આરોગ્ય, શિક્ષણ, હવાની ગુણવત્તા અને આજીવિકા સુધી, આ કાર્યસૂચિ પારદર્શિતા અને લોકકેન્દ્રિત શાસન સાથે વિવાદ નહીં, પણ વિકાસ પર ભાર મૂકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button