આમચી મુંબઈ

એક કેસમાં 1526 દિવસનો વિલંબઃ બોમ્બે હાઈ કોર્ટે પાલિકાની કાઢી ઝાટકણી, ઝડપી નિર્ણય લેવાની સલાહ આપી…

મુંબઈ: મુંબઈના જંગી આર્થિક વ્યવહારની જવાબદારી સંભાળી રહેલા બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મુંબઈ મહાનગરપાલિકા)ને મહેસૂલ બાબતો પર અમલદારશાહી જે ઝડપે ફાઈલ આગળ ધકેલે છે એની બદલે નિર્ણયો વીજળીની ઝડપે લેવા જણાવ્યું છે.

અદાલતે દેશની સૌથી શ્રીમંત મહાનગરપાલિકાની ટીકા કરી હતી અને એક મહત્વપૂર્ણ મહેસૂલ કેસમાં અપીલ દાખલ કરવામાં 1526 દિવસના અસ્વીકાર્ય અને સમજી ન શકાય એવા વિલંબ માટે ટીકા કરી વિલંબને માફ કરવાનો ઇનકાર કર્યો હતો.

આશીર્વાદ શેલ્ટર્સ પ્રાઇવેટ લિમિટેડની માલિકીની મિલકતના કરપાત્ર મૂલ્યના નિર્ધારણને લગતી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ જિતેન્દ્ર જૈનની ખંડપીઠે મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી હતી અને તેને મહેસૂલની બાબતોમાં નિર્ણય લેવાની સલાહ આપી હતી. સ્મોલ કોઝિસ કોર્ટે 2 મે, 2016 ના દિવસે મુંબઈ મહાનગરપાલિકાનું મૂળ રૂ. 1.42 કરોડનું મૂલ્યાંકન રદ કરી કરપાત્ર મૂલ્ય વધારીને રૂ. 7.40 લાખ કર્યું હતું બાદમાં તેને વધારીને લગભગ રૂ. 30 લાખ કરવામાં આવ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકા એક્ટની કલમ 218ડી હેઠળ પાલિકાએ 30 દિવસની અંદર આ નિર્ણય વિરુદ્ધ અપીલ દાખલ કરવાની જરૂર હતી. તેના બદલે, મર્યાદા સમાપ્ત થયા પછી જ તેમની અપીલ સમિતિ બોલાવવામાં આવી હતી ત્યાર બાદ 11 ઓગસ્ટ 2016, 2 ડિસેમ્બર 2016, 15 એપ્રિલ 2017 અને છેલ્લે 17 જૂન 2017ના બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણયને પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે, અદાલતે અવલોકન કર્યું હતું કે જો આ કાયદા હેઠળ અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે તો 30 દિવસની સમયમર્યાદા પછી સમિતિની બેઠક કેવી રીતે યોજાઈ તે સમજની બહાર છે.

આ પણ વાંચો…ડિફોલ્ટરોને ૨૧ દિવસનો સમય આપ્યા બાદ પણ સાત પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ મિલકતની હવે લિલામી થશે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button