આમચી મુંબઈમહારાષ્ટ્ર

પશ્ર્ચિમ રેલવેમાં શનિ-રવિની રાતે બ્લોક રવિવારે મધ્ય-હાર્બર લાઇનમાં બ્લોક

મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં શનિવાર-રવિવારની રાતે સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે ચાર કલાકનો નાઇટ બ્લોક રહેશે. ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ વાયર સંબંધિત સમારકામને કારણે સાતમી અને આઠમી ડિસેમ્બરની રાતે સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે પાંચમી લાઇનમાં ૨૩.૩૦ કલાકથી વહેલી સવારે ૩.૩૦ કલાક સુધી અને છઠ્ઠી લાઇન પર રાત્રે ૧૨.૩૦ કલાકથી વહેલી સવારે ૪.૩૦ કલાક સુધી જમ્બો બ્લોક રહેશે. આઠમી ડિસેમ્બરે રવિવારે દિવસ દરમિયાન કોઇ બ્લોક નહીં રહેશે.

મધ્ય રેલવેમાં રવિવારે માટુંગા-મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનમાં સવારે ૧૧.૩૦ કલાકથી ૩.૩૦ કલાક સુધી બ્લોક રહેશે. સીએસએમટીથી ઉપડતી ડાઉન લાઇનની ફાસ્ટ ટ્રેનોને માટુંગા અને મુલુંડ વચ્ચે સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે તથા થાણે પછી ફરી ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે.

આપણ વાંચો: મધ્ય-હાર્બર લાઇનમાં બ્લોક

આ સિવાય થાણેથી ઉપડતી અપ ફાસ્ટ લાઇનની ટ્રેનોને ૧૧.૨૫ કલાકથી ૩.૨૭ કલાક દરમિયાન મુલુંડ અને માટુંગા વચ્ચે અપ સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે.

હાર્બર લાઇનમાં સીએસએમટી અને ચુનાભઠ્ઠી/બાન્દ્રા વચ્ચે સવારે ૧૧.૧૦ કલાકથી ૪.૪૦ કલાક વચ્ચે અપ અને ડાઉન લાઇનમાં બ્લોક રહેશે. સીએસએમટીથી વાશી/બેલાપુર/પનવેલ તરફ જતી ડાઉન હાર્બરની ૧૧.૧૬ કલાકથી સાંજે ૪.૪૭ કલાક સુધીની ટ્રેનો તથા સીએસએમટીથી બાન્દ્રા/ગોરેગામ વચ્ચેની ડાઉન સેલા ૧૦.૪૮ કલાકથી ૪.૪૩ કલાક સુધી રદ રહેશે.

આપણ વાંચો: 12 કલાકનો બ્લોક પ્રવાસીઓના વગાડશે 12, જાણી લો ક્યારે હશે નાઈટ બ્લોક?

આ સિવાય અપ હાર્બર લાઇનમાં પનવેલ/બેલાપુર/વાશીથી સીએસએમટી જતી ૯.૫૩ કલાકથી ૩.૨૦ કલાક વચ્ચેની ટ્રેનો તથા ગોરેગામ/બાન્દ્રાથી સીએસએમટી જતી ૧૦.૪૫ કલાકથી ૫.૧૩ કલાક સુધીને ટ્રેનો પણ રદ રહેશે. તેમ છતાં પનવેલ-કુર્લા-પનવેલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.

હાર્બર લાઇનના પ્રવાસીઓને બ્લોક દરમિયાન વેસ્ટર્ન લાઇનમાં સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી પ્રવાસી કરવાની છૂટ આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button