આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાજપ માત્ર અમિત ઠાકરે માટે પ્રચાર કરશે: પ્રસાદ લાડ

મુંબઈ: માહિમ વિધાનસભા મતદારસંઘની ચૂંટણીને લઈને મહાયુતિમાં વાતાવરણ ગરમાયું છે. શિવસેના (એકનાથ શિંદે)એ અહીંથી વર્તમાન વિધાનસભ્ય સદા સરવણકરને ઉમેદવારી આપી છે. બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પાર્ટીના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહિમથી ટિકિટ આપી છે.

અમિત ઠાકરેને જીતાડવા માટે મનસેએ જોરદાર પ્રચાર શરૂ કર્યો છે. સાથે જ તેમને ભાજપનું સમર્થન પણ મળી રહ્યું છે. તેથી મનસે અને ભાજપ શિવસેના (શિંદે) પર સદા સરવણકરને ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ બનાવી રહ્યા છે. પરંતુ સરવણકર અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ભાજપ-મનસેના દબાણ હેઠળ નમતું જોખ્યું ન હતું.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે (2 નવેમ્બર) સદા સરવણકરને તેમના સંપૂર્ણ સમર્થનની જાહેરાત કરી હતી. તે પછી સદા સરવણકરે હવે જાહેરાત કરી છે કે તેઓ રાજ ઠાકરેને સીધા જ મળશે. બીજી બાજુ મનસે નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નીતિન સરદેસાઈ રવિવારે ભાજપના વિધાનસભ્ય પ્રસાદ લાડને મળ્યા હતા. આ બેઠક બાદ લાડે માહિમ વિધાનસભાને લઈને તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

આપણ વાંચો: મનસેના દીપોત્સવનો ખર્ચ અમિત ઠાકરેના ચૂંટણી ખર્ચમાં સમાવવો જોઈએ

વિધાનસભ્ય લાડે કહ્યું કે, અમિત ઠાકરે અમારા પરિવારના પુત્ર છે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. અમિત ઠાકરે રાજ ઠાકરેના પુત્ર હોવા છતાં અમે તેમને અમારા પુત્ર માનીએ છીએ અને અમે આ ચૂંટણીમાં રાજ ઠાકરેને મદદ કરવા મક્કમ છીએ.

સદા સરવણકર શિવસેના (શિંદે)ના વરિષ્ઠ નેતા છે. અમને આશા છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમને સમજાવશે. તેઓ વિધાનસભામાં હોય કે વિધાન પરિષદમાં હોય, દિવસના અંતે વિધાનસભ્ય જ રહેશે. સદા સરવણકર ઘણી વખત વિધાનસભામાં ચૂંટાયા છે. આ વખતે તેમને સમજાવીને વિધાન પરિષદમાં મોકલી શકાય છે.

એકનાથ શિંદેએ તેમને સમજીને વિધાન પરિષદમાં તક આપવી જોઈએ. આ સાથે તેમને પાંચ વર્ષ માટે શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટનું પ્રમુખ પદ પણ આપવામાં આવ્યું છે. તેમને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. તેથી મને લાગે છે કે સરવણકર આ બધી બાબતોને ધ્યાનમાં લઈને અમારી વાતને સ્વીકારશે. ભાજપની સ્થિતિ સ્પષ્ટ છે, અમે આ ચૂંટણીમાં અમિત ઠાકરે માટે પ્રચાર કરવાના છીએ.

આપણ વાંચો: ભાજપ અમિત ઠાકરેને સમર્થન આપવા માગે છે, પણ શિંદે સેના માનશે?

સદા સરવણકરે શું કહ્યું?

એક સમાચાર એજન્સી સાથે વાત કરતા સદા સરવણકરે કહ્યું કે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મને આશીર્વાદ આપ્યા છે. અરજીપત્રક ભર્યા બાદ મેં ઝુંબેશ પણ શરૂ કરી દીધી છે. હું છેલ્લાં 15 વર્ષથી જે લોકો માટે કામ કરી રહ્યો છું તે મતવિસ્તારના લોકોમાં મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે.

તેઓ મને પ્રેમ કરે છે. તેઓ મને વિજય અપાવશે. હું સામાન્ય ઘરનો માણસ છું. 30 વર્ષથી સેનામાં કામ કરું છું. મારા કામથી મને માહિમ વિધાનસભાની દરેક ગલીમાં, ગૃહમાં ઓળખ આપી છે. જો કોઈ કામ કરતી વ્યક્તિને અન્યાય કરવામાં આવશે તો ચોક્કસ પ્રતિક્રિયા આવશે અને મતવિસ્તારોમાંથી પ્રતિક્રિયા પણ આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button