આમચી મુંબઈ

બાઈકચાલકે ટ્રાફિક પોલીસને માર માર્યોઃ રસ્તા પર મારપીટનો વીડિયો વાઈરલ

મુંબઈઃ હિન્દી કહેવત ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે’ને ખરી સાબિત કરતો કિસ્સો મહારાષ્ટ્રના થાણેમાં બન્યો હતો. જિલ્લાના ઘોડબંદર વિસ્તારના વાઘબીલ નાકા પાસે ટ્રાફિક પોલીસ સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. થાણે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી.

આ દરમિયાન હેલ્મેટ વગર અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન, ટ્રાફિક હવાલદારે 56 વર્ષીય વ્યક્તિને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ કર્યો હતો. આનાથી ગુસ્સે થઈને બાઇકસવારે રસ્તાની વચ્ચે ટ્રાફિક પોલીસને લાત અને મુક્કા મારવાનું શરૂ કર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/Rajmajiofficial/status/1908085772437139713

આપણ વાંચો: વાહન પાર્કિંગના વિવાદમાં મહિલાની મારપીટ અને વિનયભંગ કરનારા ત્રણ વિરુદ્ધ ગુનો

પત્નીએ પોલીસને આપ્યું મેડિકલ સર્ટિફિકેટ

આ ઘટનાની નોંધ લેતા, આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 221 અને 168 હેઠળ કાસરવડવલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. થાણે ટ્રાફિક વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટ્રાફિક પોલીસ પર હુમલો કરનાર આરોપીની પત્નીએ થાણે ટ્રાફિક વિભાગના અધિકારીઓને અપીલ કરતા કહ્યું કે તેનો પતિ શારીરિક રીતે ફિટ નથી. પત્નીએ તેના પતિનું મેડિકલ સર્ટિફિકેટ પણ પોલીસમાં જમા કરાવ્યું છે.

આપણ વાંચો: ઘાટકોપરમાં મુસ્લિમ ફેરિયાઓની દાદાગીરી: નજીવા કારણસર ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ

આરોપી સામે આરટીઓને કાર્યવાહી કરવા પોલીસે જણાવ્યું

આ સમગ્ર મામલે થાણે ટ્રાફિક વિભાગના ડીસીપી પંકજ શિરસાટે કહ્યું કે અમે ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરનાર આરોપીનું લાઇસન્સ રદ કરવા માટે થાણે આરટીઓને પત્ર લખ્યો છે. તેની સાથે તેનું અનફિટ મેડિકલ સર્ટિફિકેટ પણ જોડવામાં આવ્યું છે.

આપણ વાંચો: અમદાવાદના આંબાવાડીમાં જાહેરમાં યુવકની કરી મારપીટ, કાયદો અને વ્યવસ્થા સામે સવાલ…

અનફીટ વ્યક્તિને વાહન ચલાવવાની મંજૂરી આપો નહીં

આ સાથે ડીસીપી પંકજ શિરસાટે કહ્યું કે, ‘ટ્રાફિક પોલીસ તમારી સુરક્ષા માટે તૈનાત હોય છે, તમારી સાથે ઝઘડો કરવા માટે નહીં, જો તમે ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરશો તો અમારે પગલાં લેવાની જરૂર જ નહીં પડે.

આમ ટ્રાફિક પોલીસ સાથે મારામારી ન કરો. તમારે આવા અનફિટ વ્યક્તિને વાહન ચલાવવાની મંજૂરી જ ન આપવી જોઈએ. સોશિયલ મીડિયા પર પણ આ બનાવનો વીડિયો વાઈરલ થયો હતો. એક યૂઝરે આશ્ચર્ય વ્યક્ત કરીને બાઈકચાલકની દાદાગીરી પર સવાલ ઊઠવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button