પરિવારને 26.25 લાખનું વળતર પરિવારને 26.25 લાખનું વળતર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પરિવારને 26.25 લાખનું વળતર પરિવારને 26.25 લાખનું વળતર

થાણે: બાઈક અકસ્માતમાં 2021માં જીવ ગુમાવનારી મહિલાના પતિ અને પુત્રને 26.25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ થાણે જિલ્લાના મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે આપ્યો હતો.

જજ આર. વી. મોહિતેએ શુક્રવારે ઈન્સ્યુરન્સ કંપની અને અકસ્માતમાં સંડોવાયેલી કારના માલિકને સંયુક્ત રીતે પિટિશન કરવામાં આવી તે તારીખથી વાર્ષિક નવ ટકા વ્યાજે આ ભરપાઈ કરવાના નિર્દેશ આપ્યા હતા.

આપણ વાંચો: કસ્માતમાં જીવ ગુમાવનારા કોન્સ્ટેબલના પરિવારને 1.12 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

કેસની વિગતો અનુસાર મૃતક સદાફ અબ્દુલ ગફૂર મુલ્લા પત્ની અને પુત્ર સાથે બાઈક પર જતી હતી ત્યારે પૂરપાટ વેગે આવેલી કારે બાઈકને ટક્કર મારી હતી. આ ઘટના કલ્યાણ-બદલાપુર રોડ પર 29 સપ્ટેમ્બર, 2021ની રાતે બની હતી. અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા થઈ હતી અને પાંચ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું.

જજ મોહિતેએ નોંધ્યું હતું કે કાર પૂરપાટ વેગે અને બેદરકારીથી ચલાવવામાં આવી હતી. કારનો ડ્રાઈવર સ્પીડને ક્ધટ્રોલ રાખવામાં નિષ્ફળ ગયો હતો અને અકસ્માત પછી તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વીમા કંપનીએ દલીલ કરી હતી કે તે ભરપાઈ માટે જવાબદાર નથી, કારણ કે ડ્રાઈવરે નશામાં વાહન ચલાવી અકસ્માત કર્યો હતો અને પૉલિસીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે ટ્રિબ્યુનલે આ દલીલ ફગાવી દીધી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button