આમચી મુંબઈટોપ ન્યૂઝ

બીકેસીમાં ત્રણ પ્લોટની લીઝથી એમએમઆરડીએને રૂ. 3,840.49 કરોડ મળ્યા

દેવેન્દ્ર ફડણવીસે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ફાળવણી દસ્તાવેજો સોંપ્યા આર્થિક કેન્દ્ર તરીકે મહારાષ્ટ્રની મજબૂત પ્રગતિ 15,000 હાઇ-ટેક નોકરીઓનું સર્જન શક્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં ત્રણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક પ્લોટના ફાળવણીના દસ્તાવેજો આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સોંપ્યા હતા.

એમએમઆરડીએને આ પ્લોટને લીઝ પર આપવાથી રૂ. 3,840.49 કરોડ મળ્યા છે. આનાથી 15,000 હાઇ-ટેક નોકરીઓનું સર્જન શક્ય બનશે એવી આશા છે.

દેવેન્દ્ર ફડણવીસે જાપાની કંપની સુમિટોમો રિયલ્ટી એન્ડ ડેવલપમેન્ટ લિમિટેડને બે પ્લોટ અને બ્રુકફિલ્ડ સ્ટ્રેટેજિક રિયલ એસ્ટેટને એક પ્લોટના ફાળવણી દસ્તાવેજો સોંપ્યા હતા.

આપણ વાંચો: રવિવારે માધવબાગમાં અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ

ગોઇસુ રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ (જાપાનની ભારતીય પેટાકંપની સુમિટોમો રિયલ્ટી એન્ડ ડેવલપમેન્ટ લિમિટેડ)એ મુંબઈ બીકેસીમાં પ્લોટ ઈ-13 અને ઈ-19 બંને માટે સૌથી વધુ બોલી લગાવી હતી.

તેવી જ રીતે, પ્લોટ ઈ-80 ની બોલી શ્લોસ બેંગ્લોર લિમિટેડ (બ્રુકફિલ્ડ સ્ટ્રેટેજિક રિયલ એસ્ટેટ પાર્ટનર્સ 3ની ભારતીય પેટાકંપની), આર્લિગા ઇકો સ્પેસ બિઝનેસ પાર્ક અને સ્ક્લોસ ચાણક્ય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લગાવવામાં આવી હતી.

પ્લોટ ઈ-13નો વિસ્તાર 7,071.90 ચોરસ મીટર છે અને તેની અનામત કિંમત રૂ. 974.51 હતી. હરાજીમાં આ પ્લોટ માટે બોલી રૂ. 1,360.48 હતી.

આપણ વાંચો: નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલ દ્વારા સજા દર વધારવો જોઈએ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…

પ્લોટ ઈ-19 નો વિસ્તાર 6,096.67 ચોરસ મીટર છે અને તેની અનામત કિંમત રૂ. 840.12 હતી અને હરાજીમાં પ્લોટને રૂ. 1,177.86 મળ્યા હતા. તેવી જ રીતે, પ્લોટ ઈ-80 નો વિસ્તાર 8,411.88 છે અને તેની અનામત કિંમત રૂ. 1,159.16 હતી અને હરાજીમાં આ પ્લોટ માટે બોલી રૂ. 1,302.16 હતી.

આ ત્રણ પ્લોટના ભાડાપટ્ટાથી એમએમઆરડીએને કુલ રૂ. 3,840.49 કરોડની આવક થઈ છે અને તેનાથી લગભગ 15,000 હાઇ-ટેક નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ)ની પંચાવનમી વાર્ષિક બેઠક દરમિયાન, એમએમઆરડીએએ સુમિટોમો અને બ્રુકફિલ્ડ સાથે અનુક્રમે પાંચ બિલિયન અમેરિકન ડોલર અને 12 બિલિયન અમેરિકન ડોલરના રોકાણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન 2030 સુધીમાં 300 અબજ ડોલરની અર્થવ્યવસ્થા અને 30 લાખ નોકરીઓનું સર્જન કરવા માટે તૈયાર છે. ફડણવીસે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે બીકેસી તેના અત્યાધુનિક માળખાગત સુવિધા, ભૂગર્ભ મેટ્રો, એલિવેટેડ મેટ્રો અને બુલેટ ટ્રેન નેટવર્કને કારણે ટૂંક સમયમાં નંબર વન કોમર્શિયલ હબ બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button