આમચી મુંબઈ

આજથી બેસ્ટ બસનાં ભાડાં ડબલ

મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસનાં ભાડાંમાં શુક્રવાર, નવ મે, ૨૦૨૫થી બમણો વધારો થવાની જાહેરાત બેસ્ટ ઉપક્રમે કરી છે. બસની ટિકિટનું મિનિમમ ભાડું પાંચ રૂપિયા હતું તેની માટે હવે આજથી મુંબઈગરાએ ૧૦ રૂપિયા ચૂકવવા પડવાના છે.

મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને બેસ્ટની બસની ટિકિટનાં ભાડાંમાં વધારા કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યા બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમએમઆરટીએ) દ્વારા બસનાં ટિકિટ ભાડામાં શુક્રવારથી વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. બેસ્ટની બસનાં ભાડાંમાં આ વધારો ૨૦૧૮ની સાલ બાદથી આ પહેલો ભાડાં વધારો છે.

બેસ્ટની બસનાં ટિકિટનાં ભાડાં ડબલ થવાથી પાંચ કિલોમીટર સુધીના અંતર માટેના મિનિમમ ભાડા નોનએસી બસનું અગાઉ જે નોનએસી માટે પાંચ રૂપિયા હતું તે હવે સીધું ૧૦ રૂપિયા અને એસી માટે જે છ રૂપિયા હતું તે હવે ૧૨ રૂપિયા થઈ ગયા છે. અગાઉ પાંચ, ૧૦,૧૫ અને ૨૦ કિલોમીટર સુધીના અંતર પર ભાડાંમાં વધારો થતો હતો. નવા ભાડાં વધારામાં પાંચ, ૧૦,૧૫, ૨૦, ૨૫, ૩૦, ૩૫, ૪૦, ૪૫ અને ૫૦ કિલોમીટર સુધીના અને ત્યારબાદ પ્રત્યેક પાંચ કિલોમીટર સુધીના ભાડાંમાં વધારો થશે

ટિકિટનાં ભાડાંમાં વધારાની સાથે જ બેસ્ટના માસિક પાસમાં પણ વધારો થયો છે. નવા ભાડા વધારામાં પાંચથી ૧૨ વર્ષના બાળકોને ભાડાંમાં ક્ધસેશસ મળશે

સાદી બસનું ટિકિટ ભાડું

અંતર ( કિલોમીટર સુધી)નવું ભાડું(રૂ.)
પાંચ૧૦
૧૦૧૫
૧૫ ૨૦
૨૦ ૩૦
૨૫ (નવું)૩૫
૩૦ (નવું)૪૦
૩૫ (નવું)૪૫
૪૦ (નવું)૫૦
૪૫ (નવું)૫૫
૫૦ (નવું)૬૦
૫૦ કિલોમીટરથી ઉપર પ્રતિ પાંચ કિલોમીટરે પાંચ રૂપિયા વધશે

એરકંડિશન બસનું ટિકિટ ભાડું

અંતર ( કિલોમીટર સુધીનવું ભાડું(રૂ.)
પાંચ૧૨
૧૦ ૨૦
૧૫ ૩૦
૨૦ ૩૫
૨૫ ૪૦
૩૦ ૪૫
૩૫ ૫૦
૪૦ ૫૫
૪૫ ૬૦
૫૦ ૬૫
૫૦ કિલોમીટરથી ઉપર પ્રતિ પાંચ કિલોમીટરે પાંચ રૂપિયા વધશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button