આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાંદ્રા ટર્મિનસમાં નાસભાગ: રેલવે પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસમાં રવિવારે મળસકે ટ્રેન પકડતી વખતે થયેલી નાસભાગની રેલવે પોલીસ દ્વારા સોમવારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં 10 પ્રવાસી ઇજા પામ્યા હતા, જેમાં બે ગંભીર છે.

બાંદ્રા ટર્મિનસમાં રવિવારે મળસકે 2.45 વાગ્યે બાંદ્રા-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસ યાર્ડમાંથી પ્લેટફોર્મ નંબર-1માં પ્રવેશી હતી ત્યારે ટ્રેન પકડવાના ચક્કરમાં પ્રવાસીઓમાં નાસભાગ મચી હતી. ટ્રેન સવારે 5.10 વાગ્યે ઊપડવાની હતી.

દિવાળી તેમ જ છઠ પૂજા નિમિત્તે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતાના વતન જવા ઇચ્છતા હજારો પ્રવાસીઓ રવિવારે મળસકે બાંદ્રા ટર્મિનસમાં આવ્યા હતા.

આપણ વાંચો: બાંદ્રા ઈફેક્ટઃ મુંબઈના આટલા રેલવે સ્ટેશનો પર નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ્સ

રેલવે પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) મનોજ પાટીલે જણાવ્યું હતું કે આ ઘટના બાદ અમારી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે ઘટના સમયે સ્ટેશન પર પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની હાજરી હતી, પણ ત્યાં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં હતા.

આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બે પ્રવાસીની ઓળખ ઇન્દ્રજિત શહાની (19) અને નૂરમોહંમદ શેખ (18) તરીકે થઇ હતી. 10માંથી સાત પ્રવાસી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ત્રણ પ્રવાસીએ ડોક્ટરની સલાહની અવગણના કરીને ડિસ્ચાર્જ લીધો હતો. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button