મુંબઈમાં આયુષ્યમાન ભારત યોજના કામની કે નહીં?, અમુક ખાનગી હોસ્પિટલોનો સમાવેશ
મુંબઈ: ભાજપે હાલમાં જ તેના ચૂંટણીઢંઢેરામાં ૭૦ કે તેનાથી વધુ વય ધરાવતા લોકોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી – જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય)માં આવરી લેવાનું વચન આપ્યું છે, પણ મુંબઈમાં ૧૦થી પણ ઓછી ખાનગી હોસ્પિટલો આ યોજના સાથે જોડાયેલી છે. મુંબઈમાં મોટી અને પ્રખ્યાત હોસ્પિટલોમાં, જ્યાં ગંભીર બીમારીની સારવાર થાય છે કે પછી ઓપરેશન થતાં હોય છે, એવી માત્ર ત્રણથી ચાર હોસ્પિટલોનો જ સમાવેશ થયા છે.
ગરીબોના મેડિકલ ખર્ચનો ભાર ઓછો કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં એબી-પીએમજેએવાય યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ આર્થિક રૂપે નબળા વર્ગના લોકોને રૂ. પાંચ લાખ સુધીનું વીમાકવચ આપવામાં આવે છે.
હવે લોકસભા ચૂંટણીમાં ભાજપે તેના ચૂંટણીઢંઢેરામાં આયુષ્યમાન યોજના કા લાભ તમામ સિનિયર સિટિઝનને આપવાની વાત જણાવી છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે દર્દી અને તેના પરિવારજનોએ ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે મોટા ભાગની ખાનગી હોસ્પિટલોનો આ યોજનામાં સમાવેશ થતો નથી.
એબીૃપીએમજેએવાયની વેબસાઈટ પર પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈમાં અમુક જ હોસ્પિટલોમાં ઉક્ત વીમા હેઠળ સારવાર ઉપલબ્ધ થાય છે. આમાં એસઆરસીસી, વાડિયા, કે.જે. સોમૈયા, એપેક્સ એચસીજી કેન્સર કેયર હોસ્પિટલ અને ત્યાર પછી અન્ય નાની હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અંદાજે ૧૦ ડાયાલિસિસ સેન્ટર છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનથી જોડાયેલા એક સિનિયર મેમ્બરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત એક સારી યોજના છે., પણ એકદમ જ ઓછી હોસ્પિટલો આ યોજના સાથે જોડાયેલી છે. મોટા ભાગની હોસ્પિટલ પાલિકા અને સરકારી છે, જે પહેલાંથી જ નિ:શુલ્ક અને સસ્તા ભાવે સારવાર કરી રહી છે. સમય પર અને ક્વોલિટી ટ્રીટમેન્ટ સારવાર મળી મુશ્કેલ છે, કેમ કે મુંબઈની પાલિકા અને સરકારી હોસ્પિટલોમાં પહેલાંથી જ દર્દીઓનો ભાર વધુ પ્રમાણમાં છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે યોજના તો સારી છે, પણ મુંબઈમાં આ યોજના સફળ નથી થઇ, કારણ કે અહીંની ખાનગી હોસ્પિટલોનો મેડિકલ ખર્ચ, ગ્રામીણ ક્ષેત્રની ખાનગી હોસ્પિટલોથી વધુ છે. આ માટે જ ખાનગી હોસ્પિટલો આમાં સહભાગી નથી થતી. આ યોજના હેઠળ લેવામાં આવતું પ્રીમિયમ સરકારે કાં તો ઓછું કરવું જોઇએ કાં પછી પ્રીમિયમની અમુક રકમ સરકારે આપવી જોઇએ.