એવિયેશન કંપનીએ પ્રવાસીઓ માટે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી, જાણો શું કરી અપીલ? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

એવિયેશન કંપનીએ પ્રવાસીઓ માટે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી, જાણો શું કરી અપીલ?

મુંબઈઃ મુંબઈ સહિત પરામાં 48 કલાકથી ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે, તેમાંય વળી વરસાદનું જોર વધતા એરલાઈન સેક્ટરની વિવિધ કંપની પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી.

ઈન્ડિગોએ પેસેન્જરને જણાવ્યું છે કે નિર્ધારિત સમય પૂર્વે વહેલા ઘરેથી નીકળો અને એરપોર્ટ પહોંચવામાં સંભવિત વિલંબને ધ્યાનમાં રાખવામાં આવે. એરલાઈને પ્રવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે પ્રવાસીઓ પોતાની ફ્લાઈટની સ્થિતિ પણ વેબસાઈટ પર ચેક કરતા રહો.

આપણ વાંચો: દિલ્હીમાં ભયંકર વરસાદ સાથે કાશ્મીરમાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ; ઈન્ડિગોએ જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી

ઈન્ડિગોએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, પરિણામે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. ખાસ કરીને એરપોર્ટના રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે પેસેન્જર ટ્રાફિકને અસર થઈ શકે છે. ટ્રાફિક ધીમો પડ્યો છે, તેથી જો તમારી કોઈ ફ્લાઈટ હોય તો ખાસ ધ્યાન રાખો.

એર ટ્રાફિક ઓપરેટર પણ ફ્લાઈટના ઓપરેશન પર વિશેષ કોઈ અસર પડે નહીં તેનું ધ્યાન રાખી રહી છે, પરંતુ સંભવિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ પણ સહયોગ અને સમજદારીપૂર્વક કામ કરે. ઈન્ડિગો સિવાય સ્પાઈસ જેટ, અકાસા એરે પણ પ્રવાસીઓને નિર્ધારિત સમયપૂર્વે ટ્રાવેલ કરવાની અપીલ કરી છે.

અહીં એ જણાવવાનું કે શનિવારે બેંગકોકથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોનું એક વિમાન રન-વે પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થતા માંડ બચ્યું હતું. વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો હતો. અમદાવાદમાં પ્લેન ક્રેશ પછી એવિયેશન સેક્ટરની કંપનીઓ પણ પેસેન્જર સેફ્ટીને લઈ વધુ સતર્ક બની છે.

આપણ વાંચો: USએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, ભારતના આ રાજ્યોમાં નહીં જવા સલાહ આપી

મહારાષ્ટ્રમાં એક અઠવાડિયા લાંબી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર મહારાષ્ટ્રના કોંકણ અને આસપાસના ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

ઉપરાંત, મરાઠવાડામાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. કોંકણમાં તો ખાસ કરીને વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે, જ્યારે કલાકના 40-50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.

આપણ વાંચો: એશિયાઈ દેશોમાં યુદ્ધના ભણકારાઃ થાઈલેન્ડ-કંબોડિયામાં લશ્કરી કાર્યવાહી વચ્ચે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી…

અહીં એ જણાવવાનું કે મુંબઈમાં મે, જૂન મહિનાના અંતમાં અચાનક વરસાદ પડ્યા પછી એકંદરે વરસાદની ભરપાઈ કરી હતી. ઓગસ્ટના પહેલા પંદર દિવસ વરસાદની રાહ જોવડાવ્યા પછી 48 કલાકમાં ભારે વરસાદ પડતા અનેક રેકોર્ડ તોડ્યા છે.

ઉપરાંત, ભારે વરસાદથી ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાને કારણે જાનહાનિના સમાચાર મળ્યા છે, તેથી પ્રશાસને પણ મુંબઈગરાઓને બિનજરુરી બહાર નીકળવાની ભલામણ કરી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button