મુંબઈમાં CNG પુરવઠો ઠપ્પ થતા ઓટો-ટેક્સી ચાલકોએ ડબલ ભાડા વસૂલ્યા; મુસાફરોને હાલાકી

મુંબઈ: સોમવારે મહાનગર ગેસ લિમિટેડ (MGL) ની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ભંગાણ થતા મુંબઈમાં પરિવહનને માઠી અસર પહોંચી હતી. CNG સ્ટેશનો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ગેસની અછતને કારણે કેટલાક વિસ્તારોમાં ઓટો રીક્ષા અને ટેક્સી ભાડામાં મોટો વધારો થયો હતો, જેને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.
કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરિયાદ કરી હતી કે ઓટો ચાલકો મુસાફરો પાસેથી વધુ ભાડા વસૂલી રહ્યા છે. પરિવહન ઠપ્પ થઇ જતા ઘણાં લોકોએ વર્ક ફ્રોમ હોમ(WFH) કરવાનું પસંદ કર્યું હતું.
એક X યુઝરે પોસ્ટ કરીને લખ્યું કે મુંબઈ એરપોર્ટ ઉબેર, રેપિડો અને અન્ય કેબ સર્વિસની અછત સર્જાઈ હતી, જેને કારણે મુસાફરો એકઠા થઇ ગયા હતાં
એક યુઝરે X પર લખ્યું, મુંબઈમાં CNG પાઇપલાઇનમાં ભંગાણને કારને મુશ્કેલી ઉભી થઇ છે. ઓટો ડ્રાઇવરો મીટરથી ફક્ત ₹89 (MIDC થી અંધેરી) બતાવે છે, એવામાં રૂટ માટે ₹150–₹200 વસૂલી રહ્યા છે. તેણે કહ્યું કે અધિકારીઓને પગલાં લેવા જોઈએ.
કેટલાક રહેવાસીઓના જણાવ્યા મુજબ માત્ર થોડા જ કિલોમીટરના અંતર માટે ઓટો ચાલકો ₹500 માંગી રહ્યા છે.
આજે ગેસ પુરવઠો ફરી શરુ થશે: મહાનગર ગેસ લિમિટેડના જણાવ્યા મુજબ મંગળવારે બપોર સુધીમાં ગેસ પુરવઠો સંપૂર્ણ રીતે ફરી શરુ થઇ જશે. શહેરના લગભગ 60 ટકા સીએનજી પંપ કાર્યરત છે. MGLના જણાવ્યા મુજબ વડાલામાં ગેસની સપ્લાય બંધ થઇ ગઈ હતી, અને તેના કારણે જેના કારણે મુંબઈ, થાણે અને નવી મુંબઈના પાઈપલાઈન નેટવર્કમાં ગેસનો પુરવઠો બંધ થઇ ગયો હતો.
આ પણ વાંચો…સીએનજી લાઈનમાં ભંગાણ: જનજીવન ખોરવાયું



