આમચી મુંબઈમહારાષ્ટ્ર
મુંબઇ એરપોર્ટ પર રૂ. 10 લાખનો ગાંજો જપ્ત: પ્રવાસીની ધરપકડ

મુંબઈ: બેંગકોકથી મુંબઈ એરપોર્ટ પર આવેલા પ્રવાસી પાસેથી રૂ. 10 લાખની કિંમતનો ગાંજો મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવાસીની ઓળખ વરુણ સપન ઐચ (47) તરીકે થઇ તે પુણેનો રહેવાસી છે. વરુણ ઐચને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને અદાલતી કસ્ટડી ફટકારાઇ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બેંગકોકથી ફ્લાઇટમાં બુધવારે મુંબઈના છત્રપતિ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા વરુણ ઐચને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીોએ શંકાને આધારે આંતર્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad માં પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી 1.70 કરોડનો ગાંજો ઝડપાયો, ડાર્ક વેબનો કરાતો હતો ઉપયોગ
વરુણના સામાનની તલાશી લેવાતાં ત્રણ પાઉચ મળી આવ્યા હતા, જેમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. આથી વરુણને તાબામાં લેવાયો હતો અને બાદમાં તેને એર ઇન્ટેલિજન્સ યુનિટને સોંપવામાં આવ્યો હતો.