આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.13 કરોડનું સોનું પકડાયું: ચાર જણની ધરપકડ

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પરથી રૂ. 1.13 કરોડની કિંમતનું સોનું પકડી પાડ્યું હતું અને સોનાની દાણચોરી બદલ બે પ્રવાસી સહિત ચારની ધરપકડ કરી હતી.

આરોપીઓની ઓળખ લાલસિંહ ધર્માસિંહ (36), રતન જુજા ખાન (52), ગુલામ શબીર (28) અને મુસ્તફા રઝા તરીકે થઇ હોઇ તેઓ રાજસ્થાનના વતની છે. ધરપકડ બાદ ચારેયને અદાલતમાં હાજર કરાતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારાઇ હતી.

એઆઇયુના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે શનિવારે રાતના ફ્લાયનાઝ એરલાઇન્સની ફ્લાઇટમાં રિયાધથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા લાલસિંહ અને રતન ખાનને ગ્રીન ચેનલ નજીક આંતર્યા હતા.
બંનેની તલાશી લેવામાં આવતાં મીણમાં રૂ. 1.13 કરોડનું ગોલ્ડ ડસ્ટ મળી આવ્યું હતું, જે તેમણે ગુપ્તાંગમાં છુપાવ્યું હતું.

બંને પ્રવાસીની પૂછપરછમાં ગુલામ શબીર અને મુસ્તફા રઝાનાં નામ સામે આવ્યાં હતાં, જે સોનું લેવા માટે આવ્યા હતા. એ બંનેને પણ બાદમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ચારેય વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

લાલસિંહ અને રતન ખાને સોનાની દાણચોરીની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે આ કામ માટે તેમને અનુક્રમે રૂ. 20 હજાર અને રૂ. પંદર હજાર મળવાના હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button