આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election પહેલા મહારાષ્ટ્રમાં ‘ઈનકમિંગ-આઉટગોઈંગ’ની મોસમ ફરી જામશે…

મુંબઈઃ લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણી (Assembly Election) પહેલા પણ તમામ પક્ષોમાં મોટા પ્રમાણમાં ઇન-કમિંગ અને આઉટગોઇંગ થઇ શકે છે. બેથી ત્રણ મહિના બાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ, શિવસેના-એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી) અને મહાવિકાસ (કોંગ્રેસ, એનસીપી (શરદચંદ્ર પવાર) અને યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ) આઘાડી બંન્ને આમને સામને છે.

લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીએ જીત મેળવી હતી. રાજ્યની ૪૮ બેઠકમાંથી ૩૧ બેઠક પર મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ઉમેદવારોએ જીત મેળવી છે. મહાગઠબંધન માત્ર ૧૭ બેઠકો પર જ જીત મેળવી શક્યા હતા.

આ પણ વાંચો: Assembly Elections: લખીને રાખો, મહારાષ્ટ્રમાં મહાયુતિ જ: ફડણવીસ

આથી હવે વિધાનસભાની ચૂંટણીની તૈયાર દરમિયાન મહાગઠબંધને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે, જેમાંથી એક મહત્ત્વની યોજના એટલે ‘મુખ્યમંત્રી લાડકી બહીણ’. આ સિવાય અનેક કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ કરાયો છે.

કોંગ્રેસ ધારાસભ્ય જીતેશ અંતાપુરકર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપના નેતા ઉપાધ્યાયને મળ્યા બાદ ધારાસભ્ય અંતાપુરકર ભાજપ સાંસદ અશોક ચવ્હાણને મળ્યા હતા.

નાંદેડ જિલ્લામાં ચર્ચા છે કે ધારાસભ્ય અંતાપુરકર ભાજપમાં જોડાશે. અશોક ચવ્હાણ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button