શેર બજારમાં રોકાણ કરવાનું કહી એનડીએના કર્મચારી સાથે રૂ. 55 લાખની છેતરપિંડી

પુણે: શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપીને નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ)માં કામ કરતાં એક યુવાન કર્મચારી સાથે રૂ. 55.22 લાખની છેતરપિંડી કરવાની ઘટનાનો ખુલાસો થયો હતો.
પુણે શહેરમાં એનડીએમાં કામ કરતાં યુવાનને શેર બજારમાં ઇન્વેસ્ટ કરી રકમ બમણી કરી આપવાની લાલચ આપી લૂંટારાઓએ તેની સાથે છેતરપિંડી કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં આ યુવાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એનડીએ કર્મચારીની ફરિયાદ બાદ પોલીસે આગળની તપાસ શરૂ કરી અને આરોપી અને યુવાન વચ્ચે થયેલા બેન્ક ટ્રાન્ઝેકશન અને મેસેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: હીરાવેપારીઓ સાથે 26 કરોડ રૂપિયાની છેતરપિંડી
આ સાઇબર ફ્રોડની ઘટના બાબતે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે પુણેમાં રહેતા એક એનડીએ કર્મચારીને સોશિયલ મીડિયા પર મેસેજ મોકલી શેર બજારમાં વધુ રિટર્નની લાલચ આપવામાં આવી હતી. આ સાઇબર ક્રાઇમ કરનાર વ્યક્તિને યુવાને થોડી રકમ શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માટે માગી.
આ યુવાને રકમ મોકલતા સામેથી તેને આ રકમની બમણી રકમ લૂંટારાએ આપી હતી જેથી સામેની વ્યક્તિ પર યુવાનનો વિશ્વાસ મજબૂત બન્યો હતો અને પછી પીડિત યુવાને ધીરે ધીરે કરીને 55.22 લાખ જેટલી રકમ ઓનલાઇન વડે લૂંટારાના બેન્ક એકાઉન્ટમાં જમા કરવી હતી.
જોકે આ રકમના બદલામાં કાઇપણ ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની વાતની જાણ થતાં પીડીતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને હવે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે, એવી માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.