પોલીસે ધીરજની પરીક્ષા ન કરવી, કામરાની તત્કાળ અટક કરો: શંભુરાજે દેસાઈ | મુંબઈ સમાચાર

પોલીસે ધીરજની પરીક્ષા ન કરવી, કામરાની તત્કાળ અટક કરો: શંભુરાજે દેસાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રવાસન ખાતાના પ્રધાન અને શિવસેનાના નેતા શંભુરાજે દેસાઈએ ગુરુવારે કહ્યું હતું કે પોલીસે કોમેડિયન કુણાલ કામરાની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવી જોઈએ અને શિવસૈનિકોની ધીરજની પરીક્ષા કરવી ન જોઈએ.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પેરડી પર નારાજ શિવસેનાના કાર્યકર્તાઓએ રવિવારે રાતે મુંબઈમાં જે સ્ટુડિયોમાં કામરાના શોનું રેકોર્ડિંગ થયું હતું તેની તોડફોડ કરી હતી.

આપણ વાંચો: કુણાલ કામરાને સતત ધમકીભર્યા કોલ મળી રહ્યા છે; કામરાએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો

અમને શિંદે દ્વારા શાંતી રાખવા જણાવવામાં આવ્યું છે, આથી જ અમે શાંત છીએ. શિવસેનાના કાર્યકર્તા તરીકે અમને તે જ્યાં છુપાયો હોય ત્યાંથી ઘસડીને લાવતા આવડે છે, પરંતુ પ્રધાન તરીકે અમારી કેટલીક મર્યાદા છે, એમ દેસાઈએ પત્રકારોને કહ્યું હતું.

અમે પોલીસને કહેવા માગીએ છીએ કે અમારી ધીરજની પરીક્ષા કરશો નહીં, તેને જ્યાં હોય ત્યાંથી તત્કાળ ધરપકડ કરીને ટાયરમાં બાંધીને ‘પ્રસાદ’ આપો, એમ તેમણે કહ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button