આમચી મુંબઈમહારાષ્ટ્ર
વેસ્ટર્ન સબર્બના આ વિસ્તારમાં 14 દિવસ રહેશે 10 ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલી હિલ રિઝર્વિયરની જૂની અને મુખ્ય પાઈપલાઈનના પુનર્વસન અને સમારકામનું કામ કરવામાં આવવાનું છે. તેથી મંગળવાર, ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪થી સોમવાર ૧૧ માર્ચ, ૨૦૨૪ સુધી ૧૪ દિવસ બાંદ્રાથી ખાર વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે.
પાલિકાના જણાવ્યા મુજબ ‘એચ-પશ્ર્ચિમ’ વોર્ડમાં આવેલા કાંતવાડી, શેરલી રાજન, ગઝધરબંધ અને દાંડપાડા, દિલીપકુમાર ઝોન, કોલ ડોંગરી ઝોનસ પાલી માલા ઝોન અને યુનિયન પાર્ક ઝોન, ખાર (પશ્ર્ચિમ), બાંદ્રા (પશ્ર્ચિમ)ના અમુક વિસ્તારમાં પાણીપુરવઠામાં ૧૦ ટકા પાણીકાપ રહેશે. ૧૧ માર્ચ બાદ પાણીપુરવઠો પૂર્વવત થશે.