આમચી મુંબઈ

ભાંડુપ વેસ્ટમાં ગુસ્સે ભરાયેલા સગીરે બેસ્ટની બસ પર તલવાર વડે હુમલો કર્યો

મુંબઈ: ગઈ કાલે શનિવારે બપોરે મુંબઈના ભાંડુપ વેસ્ટના ટેન્ક રોડ પર એક 16 વર્ષના સગીરે આતંક મચાવ્યો હતો. એક સગીર ખુલ્લી તલવાર લઈને બુમો પડતો રોડ પર નીકળી પડ્યો હતો અને લોકોને ખુલ્લે આમ ધમકીઓ આપી હતી. તેણે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની એક બસમાં તોડફોડ કરી (Teenager attacked BEST bus in Mumbai) હતી.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે સગીર ગુસ્સામાં ચીસો પાડતો અને તલવાર વડે બસ પર હુમલો કરી રહ્યો છે. તેના કાકાએ ઠપકો આપતા સગીર ગુસે ભરાયો હતો અને આ કૃત્ય કર્યું હતું. હાલ તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે.

વાહનોને નુકશાન:

અહેવાલ મુજબ આ ઘટના ગઈ કાલે બપોરે 3.10 વાગ્યે બની હતી. સગીરે બસ રોકી અને હાથમાં તલવાર લઈને ડ્રાઇવરને ધમકી આપી. તેણે ડ્રાઇવર પર હુમલો કરવાનો પ્રયાસ કયો અને તેને ગાળો આપી. તેણે બસના કાચ અને બારીઓ પણ તોડી નાખ્યા, જેના કારણે 70,000 રૂપિયાનું નુકસાન થયું. સગીરે બસની બાજુમાં પાર્ક કરેલા પાણીના ટેન્કર અને એક ઓટોના કાચને પણ નુકશાન પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો: આગ્રાની સગીરા મુંબઈના એલટીટી સ્ટેશને છોકરા સાથે નજરે પડ્યા પછી ફરી ગુમ!

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સગીરે પહેલા બસ રોકી અને બાદમાં બસ ડ્રાઇવરને તલવાર બતાવીને ધમકી આપી અને પછી તેને મારી નાખવાના ઇરાદાથી તેના પર હુમલો કર્યો.

જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવ્યો:

સગીરને અટકાયતમાં લેવામાં આવ્યો છે અને તેને જુવેનાઇલ રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના કાકાએ તેના પર ચોરીનો આરોપ લગાવ્યો હતો, જેને કારણે તે ગુસ્સે ભરાયો હતો.

બેસ્ટ બસના ડ્રાઇવરે પોલીસ સામે નોંધાવેલી ફરિયાદના આધારે સગીર પર ગુનાહિત ધાકધમકી આપવી, ઘાતક હથિયારોનો ઉપયોગ કરવો અને બળ પ્રયોગ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા કેસ નોંધવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button