આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

Dhirubhai Ambaniના ત્રીજા પુત્ર, Mukesh Ambaniના બીજા ભાઈ આજે જીવી રહ્યા છે આવું જીવન…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) ભારત જ નહીં પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)એ કરી હતી. ધીરુભાઈ અંબાણીના સંતાનોમાં બે દીકરા મુકેશ અંબાણી, અનિલ અંબાણી (Anil Ambani) અને બે દીકરી નીના અને દિપ્તીનો સમાવેશ થાય છે. આ વાત તો બધા જ જાણે છે, પણ શું તમને ખબર છે મુકેશ અને અનિલ સિવાય પણ ધીરુભાઈ અંબાણીને ત્રીજો પુત્ર હતો? ચાલો આજે તમને એના વિશે જણાવીએ-

ધીરુભાઈ અંબાણીનો આ ત્રીજો પુત્ર મુકેશ અંબાણીના ખાસ મિત્ર છે અને એક સમય હતો કે તેમની ગણતરી પણ ધનવાન વ્યક્તિઓમાં કરવામાં આવે છે અને વર્તમાન સમયમાં તેમની કંપનીનું કુલ ટર્ન ઓવર 600.7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ વ્યક્તિનું નામ છે આનંદ જૈન. 47 વર્ષીય આનંદ જૈન જય કોર્પ લિમિટેડના અધ્યક્ષ છે. આનંદ હંમેશાથી જ ધીરુભાઈ અંબાણીના ત્રીજા દીકરા તરીકે ઓળખાય છે. 2007માં 4 બિલિયલ ડોલરની કુલ પ્રોપર્ટી સાથે આનંદ ભારતના 11મા સૌથી અમીર બિઝનેસમેન હતા, પરંતુ 2012માં ફોર્બ્સ 525 મિલિયન ડોલર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :વિનેશ…આખો દેશ તારી સાથે છેઃ IOCના સભ્ય નીતા અંબાણીએ આ રીતે રેસલરન આપી હિંમત

મુકેશ અંબાણીના રણનીતિક સલાહકાર તરીકે અને એમાં પણ ખાસ કરીને રિયલ એસ્ટેટ આનંદ જૈનની સરાફા બજારની લેવડ-દેવડમાં મગત્ત્વની ભૂમિકા ભજવી. આનંદ જૈન અને મુકેશ અંબાણી બાળપણના મિત્રો હતા બંને જણ એક જ શાળામાં ભણતાં હતા એવો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને જવાહરલાલ નહેરુ પોર્ટના ન્યાસી બોર્ડમાં પણ આનંદ જૈન કામ કરી ચૂક્યા છે.

વર્તમાન સમયમાં તેઓ રેવાસ પોર્ટ લિમિટેડના નિર્દેશક છે. એવું કહેવાય છે કે તેઓ રિલાયન્સ પાસેથી કોઈ પણ પ્રકારનું વેતન નથી લેતા. આનંદ જૈને મુંબઈ યુનિવર્સિટી અને લંડનની બિઝનેસ સ્કુલમાંથી અભ્યાસ કરો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button