આમચી મુંબઈ

અમિત શાહે સાવરકર દ્વારા લિખિત ગીતને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ પુરસ્કાર અર્પણ કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર દ્વારા લખાયેલા દેશભક્તિ ગીત ‘અનાદી મી, અનંત મી” ને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ રાજ્ય પ્રેરણા ગીત પુરસ્કાર અર્પણ કર્યો હતો.
સ્વાતંત્ર્યવીર સાવરકર ફાઉન્ડેશન વતી સ્વર્ગસ્થ હિન્દુ વિચારકના પૌત્ર રણજીત સાવરકરે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે આયોજિત સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પુરસ્કાર સોંપ્યા પછી તરત જ શાહ દિલ્હી જવા રવાના થયા હતા, સાવરકરની પુણ્યતિથિ નિમિત્તે તેમનું નિર્ધારિત ભાષણ રદ કર્યું હતું.

રાજ્યના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે લોકોને પ્રેરણા આપતા ગીતને માન આપવા માટે આ પુરસ્કારની સ્થાપના કરી છે અને તેનું નામ બહાદુર યોદ્ધા-કવિ છત્રપતિ સંભાજી મહારાજના નામ પર રાખ્યું છે.

શાહ અને ફડણવીસે સાવરકર ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને સ્વાતંત્ર્યવીર સાવરકરના રાષ્ટ્રીય સ્મારક માટે બે લાખ રૂપિયાનો ચેક સોંપ્યો હતો.

આ પણ વાંચો….‘ઓપરેશન સિંદૂર માટે બાળ ઠાકરેએ વડા પ્રધાન મોદીને ગળે લગાવ્યા હોત’: અમિત શાહ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button