અંબરનાથ રેલવે સ્ટેશને પોલીસે ચેનચોરને ફિલ્મી ઢબે પકડ્યો, જુઓ વીડિયો

સ્કાયવોક પર વિદ્યાર્થીની ચેન ચોરી, બીજા જ દિવસે ચોરને પકડવા પોલીસે ગોઠવ્યું છટકું ને સફળતા મળી
મુંબઈઃ સરકારી રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ઝડપી કાર્યવાહીને કારણે અંબરનાથ રેલવે સ્ટેશન નજીક એક ચેઈન સ્નેચિંગ ઘટનાનો ફિલ્મી ઢબે અંત આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપી મુકેશ કોળી સ્કાયવોક પર એક વિદ્યાર્થીને નિશાન બનાવતો અને સોનાની ચેઈન લઈને ભાગી જતો દેખાય છે.
અહેવાલ મુજબ પીડિત બારમા ધોરણનો વિદ્યાર્થી કૃષ્ણા કહાર અંબરનાથથી વિઠ્ઠલવાડી જઈ રહ્યો હતો. 30 સપ્ટેમ્બરના સ્કાયવોક પર ઊભો હતો ત્યારે અચાનક કૃષ્ણાની સોનાની ચેઈન ચોરી થઇ ગઈ. તેણે તરત જ કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરી હતી. ઘટનાને ગંભીરતાથી લેતા, GRP અને RPFએ અનુમાન લગાવ્યું કે ચોર તે જ જગ્યાએ પાછો ફરી ચોરી કરી શકે છે. બીજા જ દિવસે સ્કાયવોક પર એક છટકું ગોઠવ્યું અને પોલીસના સંકજામાં ઝડપાયો હતો.
A dramatic arrest unfolded at #Mumbai Suburban’s #Ambernath railway station when a repeat offender was caught attempting another theft. The incident was recorded on CCTV.
— Harsh Trivedi (@harshtrivediii) October 3, 2025
The suspect, identified as Mukesh Koli, had earlier snatched a chain from a college student at the station,… pic.twitter.com/b8cBSZ0S4F
આ બનાવનું પુનરાવર્તન થયું અને પોલીસ તેને ઝડપવામાં સફળ રહ્યો હતો. જ્યારે આરોપી (મુકેશ કોલી) તે વિસ્તારમાં પાછો ફર્યો ત્યારે પોલીસને જોતા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને લોકલ ટ્રેન આવતાની સાથે જ તે સીધો રેલવે ટ્રેક પર કૂદી ગયો હતો. જોકે, પોલીસે પણ ડર્યા વિના તેનો પીછો કર્યો અને સફળતાપૂર્વક તેને પકડી લીધો, જેથી કોઈ સંભવિત અકસ્માત થતા રહી ગયો.
આ પણ વાંચો : ચેનચોરીના કેસમાં પકડાયેલા બે રીઢા આરોપી સામે એમસીઓસીએ લગાવાયો
આરોપીની ઓળખ થઈ અને કબૂલાત કરી
ધરપકડ કરાયેલ વ્યક્તિ, મુકેશ કોલી, એક મેસમાં કામ કરે છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે ચોરીની કબૂલાત કરી અને કહ્યું કે નાણાકીય મુશ્કેલીઓએ તેને ગુનો કરવા માટે પ્રેરિત કર્યો. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે ઘટના દરમિયાન વિદ્યાર્થીને કોઈ નુકસાન થયું નહોતું. આ ધરપકડ GRP અને RPF વચ્ચેના અસરકારક સંકલનને કારણે થઇ હતી.
આ પણ વાંચો : રાજકોટમાં કમિશનથી વેપારીઓને ટેકસ ચોરી કરાવી આપતા વેપારીની 2.14 કરોડ સાથે ધરપકડ
ચોરીથી લઈને ધરપકડ સુધીની સમગ્ર ઘટના સ્કાયવોક પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજ રેકોર્ડ રાખવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે શેર કરવામાં આવ્યા છે અને આરોપીઓ સામે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયામાં પુરાવા તરીકે કામ આવશે.