ભારતીય શેરબજારમાં વધારાથી અંબાણી- અદાણીની સંપત્તિમાં થયો વધારો, દુનિયાના ધનિકોમા દબદબો વધ્યો

મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરની જાહેરાત બાદ વિશ્વના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે તેની બાદ ટેરિફમા 90 દિવસની રાહતથી શેરબજારોમાં સુધારો જોવા મળ્યો છે.
આ દરમિયાન ભારતીય શેરબજાર સતત ચાર સત્રોમાં વધારાને કારણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. જ્યારે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ પણ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ટોચના 20માં પ્રવેશ કર્યો છે.
મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક અબજોપતિ
ગુરુવારે રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક અબજોપતિ હતા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં બુધવારે અંબાણી સૌથી વધુ કમાણી કરનાર હતા. તેમની કુલ સંપત્તિમાં 2.81 બિલિયન ડોલરનો વધારો થયો છે અને હવે તેઓ 17મા સ્થાનેથી 18મા સ્થાને પહોંચી ગયા છે. અંબાણીની કુલ સંપત્તિ 92.1 બિલિયન ડોલર છે.
રોકાણકારોએ એક દિવસમાં 4 લાખ કરોડની કમાણી કરી
ભારતીય શેરબજારમાં ગુરુવારે સતત ચોથા દિવસે તેજી રહી અને સેન્સેક્સમાં 1,509 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. જ્યારે નિફ્ટીમાં 414 પોઈન્ટનો વધારો થયો.
ભારત પર ટેરિફ વોરની ઓછી અસર થવાની શક્યતાથી રોકાણકારો ઉત્સાહિત દેખાયા અને તેમણે વિવિધ સ્તરે ખરીદી કરી. ગુરુવારે થયેલા ઉછાળાથી રોકાણકારોને એક દિવસમાં 4 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવામાં મદદ મળી.
આના કારણે, સેન્સેક્સ 1508.91 પોઈન્ટ ઉછળ્યો અને ફરી એકવાર 78,000 પોઈન્ટને પાર કરી ગયો. તે 78,553.20 પોઈન્ટ પર બંધ થયો. નિફ્ટી પણ 414.45 પોઈન્ટના વધારા સાથે 23,851.65 પોઈન્ટ પર બંધ થયો.
આપણ વાંચો: ફોર્બ્સની યાદીમાં ફ્રાન્સના આ અબજોપતિએ ઇલોન મસ્કને પણ પછાડ્યા, જાણો અંબાણી-અદાણી કયા નંબરે..
ભારતીય અબજોપતિઓની સંપત્તિ વધી
શેરબજારમાં આવેલી તેજીની અસર ભારતીય અબજોપતિઓની સંપત્તિ પર પણ પડી. ગુરુવારે તેમની સંપત્તિમાં વધારો થયો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ટોચના ભારતીય અબજોપતિઓનું વર્ચસ્વ રહ્યું. વિશ્વના 16 મા ક્રમના અબજોપતિ મુકેશ અંબાણી ગઈકાલે ટોચના સ્થાને હતા. ગુરુવારની કમાણીમાં સુનિલ મિત્તલ પાંચમા ક્રમે હતા.