ગોવિંદા સાથે આજે બોલીવૂડની બે બહેનો પણ કરશે CM Shindeની શિવસેનામાં પ્રવેશ?
કોંગ્રેસના દિગ્ગજ નેતાના નામની ચર્ચા પણ જોરમાં, ટૂંક સમયાં CM Shinde કરશે પ્રેસ કોન્ફરન્સ

મુંબઈઃ સતત વધી રહેલાં ઉષ્ણાતામાનને કારણે મુંબઈનું વાતાવરણ તો ગરમાયું જ છે પણ એની સાથે સાથે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તાડામાર તૈયારી કરી રહ્યા છે ત્યાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પક્ષ શિવસેનામાં દિગ્ગજોનો પ્રવેશ થઈ રહ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે એક્ટ્રેસ કરિના કપૂર, કરિશ્મા કપૂર અને ગોવિંદા આજે શિંદે જૂથની શિવસેનામાં જોડાય એવી પૂરેપૂરી શક્યતા છે.
મહત્ત્વની વાત એટલે મુંબઈ કોંગ્રેસના એક મોટા નેતા પણ શિવસેનામાં પ્રવેશ કરે એવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. થોડા જ સમયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે અને આ કોન્ફરન્સમાં સીએમ શિંદે આ બાબતે વાત કરશે કે કેમ તે જોવું રહ્યું.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બોલીવૂડના એક્ટર ગોવિંદાને ઉત્તર પશ્ચિમ મુંબઈ મતદાર સંઘમાંથી ઉમેદવારી મળવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોંવિદા આ પહેલાં કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. આ પહેલાં ગોવિંદા લોકસભાની ચૂંટણી લડી ચૂક્યો છે અને ચૂંટાઈ આવ્યો છે. હવે ગોવિંદા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ શિવસેનામાં પ્રવેશ કરવાનો હોઈ તેને ઉત્તર પશ્ચિમ મતદારસંઘમાંથી ઉમેદવારી મળે એવી શક્યતા છે.
બીજી બાજું બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને કરિના કપૂર-ખાને પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વર્ષા બંગલા પર જઈને તેમની મુલાકાત લીધી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. તેમનો પણ પક્ષ પ્રવેશ કરવામાં આવશે એવી માહિતી સામે આવી રહી છે.
આપણ વાંચો: ‘ગોવિંદા આલા રે’ શિંદે જૂથમાં એન્ટ્રી?
શિવસેના શિંદે જૂથ દ્વારા ગઈકાલે જ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી હતી અને આ યાદીમાં કુલ 40 નેતાના નામ છે. લોકસભા ચૂંટણી માટે આ યાદી જાહેર કરવામાં આવી છે અને હવે આ સ્ટાર પ્રચારતમાં બોલીવૂડના એક્ટર-એક્ટ્રેસના નામ પણ છે કે કેમ એ જોવું રહ્યું. ફિલ્મ સ્ટાર્સને નાગરિકો ખૂબ જ પસંદ કરે છે, તેમના કામને પસંદ કરે છે. પરિણામે એનો ફાયદો રાજકારણમાં પણ થઈ શકે છે.
દર્શકોના પ્રેમને કારણે ગોવિંદા પહેલાં પણ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યો છે એટલે જો ફરી એક વખત તેને ઉમેદવારી મળશે તો નાગરિકો એને લોકસભાને પસંદ કરે છે કે કેમ જોવું મહત્ત્વનું રહેશે.
વાત કરીએ કોંગ્રેસના બડા નેતાની શિંદે જૂથમાં જોડાવવાની તો કોંગ્રેસ નેતા સંજય નિરુપમ પક્ષના ભૂતપૂર્વ સાંસદ છે અને તે રાજ્યસભાના પણ સાંસદ હતા. મુંબઈમાં એમનું ખાસ્સુ જોર છે પણ મહાવિકાસ આઘાડીમાં એમનો દાવો છે એ જગ્યા પર ઠાકરે જૂથે ઉમેદવાર જાહેર કરતાં સંજય નિરુપમ નારાજ થયા છે. તેમણે પોતે ઠાકરે જૂથના ઉમેદવારનું કામ નહીં કરે, એ ગઈકાલે જ જાહેર કરી દીધું હતું. ત્યાર બાદ એજે તેઓ શિવસેના શિંદે જૂથમાં પ્રવેશ કરે કરશે એવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.