અક્ષય તૃતીયા બિલ્ડર અને સરકારને ફળી, 24 કલાકમાં કેટલી પ્રોપર્ટીનું થયું રજિસ્ટ્રેશન

મુંબઈ: મુંબઈમાં એપ્રિલ મહિનામાં આશરે ૧૩,૦૦૦ ઘરનું વેચાણ થયું છે અને આ ઘરના વેચાણથી સ્ટેમ્પ ડ્યુટી તરીકે સરકારને ૧,૦૮૨ કરોડ રૂપિયાની મહેસુલ મળી છે. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ઘરનું વેચાણ ઓછું થયું છે.
રેડીરેકનરના દરમાં વધારો થયા પછી પણ મુંબઈમાં ઘરના વેચાણમાં બહુ મોટો ઘટાડો થયો નથી. તેથી એપ્રિલમાં ઘરનું વેચાણ સમાધાનકારક હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. બીજી બાજુ અક્ષય તૃતીયાના દિવસે એટલે 24 કલાકમાં 1,400થી વધુ ઘર વેચાયા હતા, પરિણામે સરકારને નોંધપાત્ર આવક મળી હતી.
અક્ષય તૃતીયાના દિવસે મુંબઈમાં 1,401 ઘરનું વેચાણ થયું હતું, જ્યારે એક જ દિવસમાં સરકારને 160 કરોડ રુપિયાની આવક થઈ હતી.
આપણ વાંચો: સોનાના ભાવમા સતત તેજીનો તરખાટ, અક્ષય તૃતીયા પર ભાવ વધવાની શકયતા
મુંબઈ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન વિભાગના જણાવ્યાનુસાર અક્ષય તૃતીયાના દિવસે ઘરોનું વેચાણ વધવાથી મુંબઈમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનનો આંકડો રાતના આઠ વાગ્યા સુધીમાં 12,914 થયો હતો, જયારે ઘરોનું સૌથી વધુ વેચાણ એપ્રિલ મહિનામાં થયું છે, જેના તમામ રેકોર્ડ બ્રેક થયા છે.
આ અગાઉ 11,648 પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું હતું, જ્યારે આ વર્ષે એપ્રિલમાં 12,914 પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે, જે રોજના 400થી વધુ ઘરનું રજિસ્ટ્રેશન થતું હોવાનું કહી શકાય.
મુંબઈના ૧૫,૦૦૦થી વધુ ઘરનું વેચાણ માર્ચમાં વેચાઇ ગયા હતા અને તેના દ્વારા સ્ટેમ્પ ડ્યુટી તરીકે સરકારને ૧,૧૨૨ કરોડ રૂપિયા મહેસુલની આવક થઇ હતી. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ઘરનું વેચાણ ઘટી ગયું છે, છતાં સ્થિતિ હજી સ્થિર છે. દર વર્ષે માર્ચમાં ઘરનું વેચાણ વધુ થતું હોય છે.
આપણ વાંચો: સોનાના ભાવમા સતત વધારો, અક્ષય તૃતીયા સુધી 10 ગ્રામનો ભાવ 1 લાખને પાર કરે તેવી શક્યતા
નાણાકીય વર્ષ થવાનું હોય અથવા રેડીરેકનરના દરમાં વધારો થવાની શક્યતાને કારણે માર્ચમાં ઘરોનું વધુ રજિસ્ટ્રેશન થતું હોય છે. એપ્રિલમાં રેડીરેકનરના દરમાં વધારો થવાને કારણે ઘરના વેચાણમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વખતે બહુ મોટો ઘટાડો થયો નથી.
અહીં એ જણાવવાનું કે એપ્રિલ, ૨૦૨૪માં ૧૧,૬૪૮ ઘરનું વેચાણ થયું અને રાજ્ય સરકારને ૧,૦૫૭ કરોડ રૂપિયાની મહેસુલ મળી હતી, જ્યારે એપ્રિલ, ૨૦૨૩માં ૧૦,૫૧૩ ઘરનું વેચાણ થયું હતું અને તેનાથી સરકારને ૮૯૯ કરોડ રૂપિયા મહેસુલ મળી હતી.
અક્ષય તૃતીયા નિમિત્તે તેજી
અક્ષય તૃતીયાને કારણે દર વર્ષે ઘરના વેચાણમાં વધારો થાય છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં સૌથી વધુ ઘરનું વેચાણ થયું છે. તેનું વધુ એક કારણ છે અક્ષય તૃતીયા. ઘર ખરીદી માટે શુભ માનવામાં આવતા સાડા ત્રણ મુહૂર્તમાંથી એક એટલે અક્ષય તૃતીયા. આ મુહૂર્તે અનેક લોકોએ ઘરોનું રજિસ્ટ્રેશન કરાવ્યું, ઘરની નોંધણી કરાવી અથવા તેનો તાબો મેળવ્યો હતો.