ટ્રેનના અને પ્લૅટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાયેલા પ્રવાસીને બચાવાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ટ્રેનના અને પ્લૅટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાયેલા પ્રવાસીને બચાવાયો

અકોલા: અકોલામાં ટ્રેનમાંથી ઊતરતી વખતે પડી ગયેલો પ્રવાસી ફૂટબૉર્ડ અને પ્લૅટફોર્મના ગેપ વચ્ચે ફસાઈ જતાં તેને ગંભીર ઇજા થઈ હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સાંજે 4.20 વાગ્યે મૂર્તિજાપુર રેલવે સ્ટેશન પર બની હતી. મુસ્તાક ખાન મોઈન પુણે-અમરાવતી ટ્રેનમાંથી પ્લૅટફોર્મ નંબર-બે પર ઊતરી રહ્યો હતો ત્યારે લપસી ગયો હતો. લપસીને તે ટ્રેનના ફૂટબૉર્ડ અને પ્લૅટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ ગયો હતો.

આ પણ વાંચો: ટિકિટ વિના પ્રવાસ કરતાં પ્રવાસીને ટીસીએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યોઃ યુવક ગંભીર રીતે ઘાયલ

ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક મદદ માટે દોડી આવી હતી. ગેપમાં ફસાયેલા ખાનને બહાર કાઢવા ઘણી મથામણ કરવી પડી હતી. ગૅસ કટરની મદદથી ટ્રેનનું ફૂટબૉર્ડ કાઢીને ખાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
આ ઘટનામાં ખાનના બન્ને પગમાં ગંભીર ઇજા થઈ હતી. સારવાર માટે તેને સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button