આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવારની એનસીપીનું ચૂંટણી ઢંઢેરામાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને ખેડૂતો માટે એમએસપીનું વચન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનડીએના ઘટક અને મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનો ભાગ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ જાતિ આધારિત વસ્તી ગણતરી અને ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવનું વચન આપ્યું છે. પાર્ટીએ સોમવારે લોકસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો જાહેર કર્યો અને તેમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યશવંતરાવ ચવ્હાણને ભારત રત્ન પુરસ્કાર આપવા અને મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અપાવવાની માંગણીઓને આગળ ધપાવવાનું વચન પણ આપ્યું હતું.

પાર્ટીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલ, પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે અને વરિષ્ઠ મિનિસ્ટર છગન ભુજબળની હાજરીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ આપવાનું વચન અપાયું છે.

કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક ધોરણે આપવામાં આવતી રકમમાં વધારો કરવાની માગણી કરવાની વાત પણ એનસીપીએ કરી છે. પક્ષે કૃષિ પાક વીમા યોજનાનો વ્યાપ વિસ્તારવા અને તેને વધુ ખેડૂત-મૈત્રીપૂર્ણ બનાવવાની તરફેણ કરી છે. આ સિવાય પાર્ટીએ મુદ્રા સ્કીમ હેઠળની લોન 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવાના પ્રયાસો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આપણ વાંચો: MVA માટે કપરા ચઢાણ: પૂર્વ સીએમના જમાઇ અજિત પવાર જૂથમાં સામેલ

પક્ષે વીજળીના પરંપરાગત સ્ત્રોતો પર ખેડૂતોની નિર્ભરતા ઘટાડવા, વીજ પુરવઠાના ટકાઉ સ્ત્રોતો પૂરા પાડવા અને કૃષિ ઉત્પાદકતા અને આવક વધારવા માટે સૌર ઊર્જા, ગતિ ઊર્જા, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ વગેરેને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું હતું. પક્ષે તેના ઢંઢેરામાં વિશ્વકર્મા યોજનાનો વ્યાપ 12 બલુતેદાર (કારીગરો, શ્રમિકો) વર્ગો સુધી વિસ્તરણ કરીને અને આધુનિક કૌશલ્ય વિકાસ તકનીક સાથે ઉદ્યોગોનો વિકાસ કરીને મહારાષ્ટ્રને ભારતની કૌશલ્ય વિકાસ રાજધાની બનાવવાના પ્રયાસો કરવાની વાત કરી છે.

પાર્ટી રાજ્યમાં કોન્ટ્રાક્ટના ધોરણે ખાનગી કંપનીઓમાં શિક્ષિત અને કુશળ યુવાનોનું લઘુતમ મહેનતાણું રૂ. 12 હજાર પ્રતિ માસથી વધારીને રૂ. 20 હજાર કરવાનો પ્રયાસ કરશે. પાર્ટીએ લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતને સમર્થન આપવાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. વિવિધ ભરતી પરીક્ષાઓ દરમિયાન પેપર લીક થવાના તાજેતરના વિવાદો વચ્ચે, એનસીપીએ પેપર લીક રોકવા અને ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કડક કાયદો બનાવવાની તરફેણ કરી છે.

દેશભરમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રેલવે અને મેટ્રોની મુસાફરી પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવા અને 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે મોટા પાયે નદી-જોડાણ અને નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…