આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચૂંટણી પહેલા મહાયુતિમાં તિરાડ! અજિત પવાર 10 મિનિટમાં જ કેબિનેટ મીટિંગ છોડી નીકળી ગયા

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharastra Assembly Election)ની તારીખ ટૂંક સમયમાં જ જાહેર થઇ શકે છે, એ પહેલા જ મહાયુતિ ગઠબંધન(Mahayuti)માં અણબનાવ વધી રહ્યાના આહેવાલ છે. ગુરુવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં ભાગ લેવા આવેલા રાજ્ય નાણા પ્રધાન અજિત પવાર (Ajit Pawar) લગભગ એક મિનિટ પછી બેઠક છોડીને ચાલ્યા ગયા. આ મામલે વિવિધ અટકળો લાગવવામાં આવી રહી છે.

| Read More: Maharastra Election : ભાજપને જોઈએ છે 160 બેઠકો! મહાયુતીમાં તિરાડ પડી શકે છે?

એક અહેવાલ મુજબ પહેલીવાર એવું બન્યું છે, કે અજિત પવાર આ રીતે કેબીનેટ બેઠક છોડીને ગયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સમગ્ર બેઠક દરમિયાન તેમની ખુરશી ખાલી રહી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શિવસેના (એકનાથ શિંદ) અને અજિત પવારની એનસીપી વચ્ચે અણબનાવ વધી રહ્યો છે.

અહેવાલ મુજબ અજિત પવાર બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ લગભગ અઢી કલાક સુધી બેઠક ચાલુ રહી હતી. બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, કુલ 38 નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ફાઇનાન્સ સંબંધિત હતા. અખબારી અહેવાલ મુજબ, અજિત પવાર કેબિનેટની બેઠક માટે આગોતરી સૂચના વિના લાવવામાં આવેલા પ્રસ્તાવોથી નાખુશ હતા. છેલ્લા કેટલાક સમયમાં નાણા વિભાગે કેબિનેટમાં લાવવામાં આવેલી ઘણી દરખાસ્તો સામે વાંધો ઉઠાવ્યો છે.

| Read More: Birthday celebrity Ajit Pawarએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરતા કહ્યું કે…

જો કે, એનસીપીના પ્રદેશ અધ્યક્ષ અને લોકસભાના સભ્ય સુનીલ તટકરેએ કહ્યું કે મહાગઠબંધનમાં તિરાડનો કોઈ પ્રશ્ન જ નથી. તટકરેએ કહ્યું કે મને ખબર નથી કે કેબિનેટમાં શું થયું, પરંતુ અણબનાવનો સવાલ જ નથી. વ્યક્તિના મીટિંગ વહેલા છોડી દેવાથી કંઈપણ અનુમાન લગાવવું જોઈએ નહીં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker