Maharstra election: ઉદ્ધવ ઠાકરે ફરીથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે, સંજય રાઉતનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી(Maharastra Assembly election) ની જહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે, એ પહેલા રાજ્યના રાજકારણમ ગરમાવો આવી ગયો છે. એવામાં ઉદ્ધવ જૂથ(UBT)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મંગળવારે કહ્યું કે ‘ઠાકરે 2’ સરકાર ફરી સત્તામાં આવશે. થોડા દિવસો પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે પોતાને મહાવિકાસ અઘાડીનો મુખ્ય પ્રધાનપદનો ચહેરો પણ ગણાવ્યો હતો.
સંજય રાઉતે કહ્યું કે લોકસભા સર્વે મહાયુતિના પક્ષમાં ન હતો અને વિધાનસભા ચૂંટણી સર્વે પણ મહાયુતિના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે અમને કોઈ સર્વેની જરૂર નથી. કોઈ પણ સંજોગોમાં, મહારાષ્ટ્રમાં ઠાકરે 2 સરકાર ફરીથી સત્તામાં આવશે, એટલે કે, મહા વિકાસ આઘાડી સરકાર ફરીથી બનશે… તેને કોઈ રોકી શકશે નહીં. તેમને (સરકાર) ચૂંટણીના આગલા દિવસે કોઈપણ યોજના જાહેર કરવા દો, તેઓ મતદારોને પ્રભાવિત કરી શકશે નહીં. સરકારે સમયસર ચૂંટણી કરાવવી પડશે.
રાઉતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (MPCC) ચીફ નાના પટોલેએ કહ્યું કે પવાર કે ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન આપ્યું નથી. તેમણે કહ્યું કે, હાલ મુખ્ય પ્રધાન પદ મહત્વનું નથી, વિધાનસભા ચૂંટણી જીતવી મહત્વપૂર્ણ છે.
બારામતીના સાંસદ અને એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ કહ્યું, “જો કોઈ મુખ્ય પ્રધાન પદનું સ્વપ્ન જોવા માંગે છે, તો તેને જોવા દો. ચૂંટણી જીતવી એ વધુ મહત્વનું છે…”
ગયા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના અન્ય નેતાઓ કોંગ્રેસના નેતાઓને મળવા દિલ્હી ગયા હતા. એવી અટકળો ચાલી રહી હતી કે ઉદ્ધવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુખ્ય પ્રધાન પદના ઉમેદવારના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે આ મુદ્દે વાત કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
ઉદ્ધવ પર કટાક્ષ કરતા એકનાથ શિંદે શિવસેનાએ કહ્યું હતું કે તેઓ ખાલી હાથ પાછા ફર્યા કારણ કે કોંગ્રેસ દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
Also Read –