આમચી મુંબઈ

પ્લેન ક્રેશ પૂર્વે અજિત પવારે કોની સાથે વાત કરી હતી? જાણો નવો રિપોર્ટ…

પુણે: મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના એક નજીકના સંબંધીએ દાવો કર્યો હતો કે વિમાન દુર્ઘટનાની થોડી મિનિટ પહેલા જ અજિત પવારે તેમની સાથે ફોન પર વાત કરી હતી.

અજિત પવારના દૂરના ભત્રીજા શ્રીજીત પવારે આજે દાવો કર્યો હતો કે તેમણે આ અંગેનો એક ઓડિયો રેકોર્ડિંગ વગાડતા કહ્યું હતું કે, તેમણે આગામી જિલ્લા પરિષદની ચૂંટણીમાં માલી સમાજનું પ્રતિનિધિત્વ મેળવવા માટે એનસીપી નેતાને મેસેજ કર્યો હતો.

મેં તેમને સવારે ૮.૧૯ વાગે મેસેજ કર્યો હતો જ્યારે તેઓ વિમાનમાં હતા. વિમાન નેટવર્ક રેન્જમાં આવતાની સાથે જ તેમણે મને સવારે ૮.૩૭ વાગ્યે ફોન કર્યો, એટલે કે ક્રેશ થયાની થોડી મિનિટો પહેલા. મેં જિલ્લા પરિષદની ચૂંટણીમાં માલી સમુદાયનું પ્રતિનિધિત્વ માંગ્યું હતું, શ્રીજીત પવારે જણાવ્યું હતું.

વાતચીત દરમિયાન અજિત પવાર કથિત રીતે એમ કહેતા સંભળાય છે કે તેમણે માલી સમાજના દિગંબર દુર્ગાડેની પુણે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી. તેઓ એમ પણ કહેતા સંભળાય છે કે બારામતીમાં જિલ્લા પરિષદના એક જૂથમાંથી માળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button