આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવાર મહાયુતિના મુખ્ય પ્રધાન પદના દાવેદાર?

વીડિયોમાં ‘ભાવિ મુખ્ય પ્રધાન અજિત દાદા’ લખેલી ટોપી!

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બેથી ત્રણ મહિનામાં યોજાશે તે વાત નક્કી છે ત્યારે સત્તાધારી પક્ષ હોય કે પછી વિપક્ષ, મુખ્ય પ્રધાન પદના ચહેરા અને બેઠકોની વહેંચણીને લઇને હિલચાલ અને ચર્ચાઓ તેમ જ વિવાદો શરૂ થઇ ગયા છે.

મહાયુતિ તરફથી હજી સુધી સત્તાવાર રીતે કોઇને પણ મુખ્ય પ્રધાન પદના દાવેદાર નથી બનાવવામાં આવ્યા ત્યારે અજિત પવારને મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન તરીકે જાહેર કરતા તેમના કાર્યકર્તાઓ દેખાઇ રહ્યા છે.

અજિત પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા 14 જુલાઇના રોજ બારામતીમાં જન સન્માન રેલી યોજવામાં આવનાર છે ત્યારે આ રેલીમાં જનતાને સહભાગી થવાની અપીલ કરતો એક વીડિયો તેમણે બહાર પાડ્યો છે. જોકે, આ વીડિયોમાં એક મહિલા કાર્યકર ભાવિ મુખ્ય પ્રધાન અજિત દાદા લખેલી ટોપી પહેરેલી દેખાય છે. જેને પગલે અજિત પવારે ચૂંટણી યોજાય એ પહેલા જ મુખ્ય પ્રધાનના પદ માટે પોતાની દાવેદારી માંડી હોવાનું કહેવાઇ રહ્યું છે.

મહાયુતિમાં ભાજપનું બળ અન્ય બંને પક્ષ કરતાં વધુ હોવાનું કહેવાય છે ત્યારે સત્તાવાર રીતે મહાયુતિના પક્ષોમાં નિર્ણય લેવાય તે પહેલા મુખ્ય પ્રધાન પદની દાવેદારી માંડવામાં આવી હોવાનું કહેવાતા મહાયુતિમાં આ મામલે ખટરાગ ઊભો થઇ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભામાં પબ્લિક સિક્ટોરિટી એક્ટ રજૂ, જાણો સરકારનો ઉદ્દેશ?

અજિત પવારે એનસીપીના પંચાવન સેક્ધડના બહાર પાડેલા વીડિયોમાં પક્ષના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, અજિત પવાર અને સુનેત્રા પવાર નેતાઓ દેખાઇ રહ્યા છે. હવે આ વીડિયોને પગલે શું અજિત પવાર મુખ્ય પ્રધાન પદની દાવેદારી માંડી રહ્યા છે કે પછી એનસીપી અજિત પવારને મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે જાહેર કરવાની માગણી કરશે છે તેવા સવાલો પૂછાઇ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button