આમચી મુંબઈ

“અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન રહેશે ત્યાં સુધી…”: NCPના આ નેતાએ કરી મોટી વાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં જનકલ્યાણ માટે અનેક યોજનાઓ કાર્યરત છે. “મુખ્યમંત્રી માજી લાડકી બહિન યોજના” પણ આવી જ એક યોજના છે. તાજેતરમાં આ યોજના ચર્ચામાં આવી છે. કારણ કે નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આ યોજનાનો લાભ કોને નહીં મળે એ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે હવે NCPના જ એક નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ “મુખ્યમંત્રી માજી લાડકી બહિન યોજના”ને લઈને મહત્ત્વપૂર્ણ વાત કરી છે. આવો જાણીએ, આ નેતા કોણ છે અને તેમણે શું કહ્યું છે?

કોઈપણ સંજોગોમાં યોજના બંધ થશે નહીં

તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘરમાં NCPની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિરોધ પક્ષો શિવસેના (યુબીટી) અને NCP (શરદ પવાર જૂથ) ના સેંકડો કાર્યકરો NCPમાં જોડાયા હતા. દહાણુમાં સભાને સંબોધતા NCPના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નરહરિ ઝીરવાલે અજિત પવારની શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. નરહરિ ઝીરવાલે પોતાના સંબોધનમાં “મુખ્યમંત્રી માજી લાડકી બહિન યોજના” અંગે જણાવ્યું હતું કે, “NCPના વડા અજિત પવાર જ્યાં સુધી નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી રહેશે, ત્યાં સુધી રાજ્ય સરકારની મહત્ત્વપૂર્ણ મુખ્યમંત્રી માજી લડકી બહિન યોજના કોઈપણ સંજોગોમાં બંધ કરવામાં આવશે નહીં.”

આ પણ વાંચો: અજિત પવાર માટે ભંડોળના દુકાળ વચ્ચે લીલા દુકાળનો અધિકમાસ…

નરહરિ ઝીરવાલે આગળ જણાવ્યું કે, “અજીત પવાર હંમેશા લોકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પછાત સમુદાયના વિદ્યાર્થીઓ માટે આદિવાસી શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય હોય કે અન્ય કોઈ લોક-કલ્યાણકારી પગલું હોય. રાજ્ય પર નાણાકીય તાણ હોવા છતાં, સરકારે તાજેતરના વરસાદ અને પૂરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે રૂ. 31, 628 કરોડની સહાયની જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની સહાયથી કોન્ટ્રાક્ટરોના ચુકવણીની પ્રક્રિયા પણ થઈ રહી છે.”

લાડકી બહિન યોજનાનો લાભ કોને નહીં મળે?

મુખ્યમંત્રી માજી લાડકી બહિન યોજના હેઠળ પાત્ર મહિલા લાભાર્થીઓને માસિક રૂ. 1500ની સહાય મળે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે જણાવ્યું હતું કે, આ યોજનાને લઈને ઈ-કેવાયસી કરવાની પ્રક્રિયા ફરજિયાત કરી દેવામાં આવી છે. ઈ-કેવાયસી નહીં કરાવનાર મહિલાઓને આ યોજના હેઠળ સહાય મળશે નહીં.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button