આરક્ષણની માગણી પૂર્ણ થતાં જરાંગે પાટીલે મરાઠાઓને આપ્યો આદેશ કહ્યું…
નવી મુંબઈ: મરાઠા આરક્ષણની માગણી માટે નવી મુંબઈમાં ચાલી રહેલા મનોજ જરાંગે પાટીલના આંદોલનનો અંત આવ્યો છે. નવી મુંબઈમાં મરાઠા આરક્ષણની માગણીને લઈને અનશન પર બેસેલા જરાંગે પાટીલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે જ્યુસ પીને બેમુદત અનશનનો અંત લાવ્યો હતો. આ દરમિયાન પાટીલે આંદોલનમાં સામેલ થયેલા મરાઠા કાર્યકરોનું સંબોધન કર્યું હતું.
મનોજ જરાંગે પાટીલે કહ્યું કે મરાઠા સમાજની 54 લાખ કુણબી નોંધણી મળી છે તેના આધારે કુણબી પ્રમાણપત્ર આપવું જોઈએ. જે વ્યક્તિની કુણબી નોંધણી મળી આવી છે તેને અને તેના કુટુંબીઓને જાતીનું સર્ટિફિકેટ સરકારે જલ્દીથી જલ્દી આપવું જોઈએ. મરાઠા આરક્ષણ માટે જે સંઘર્ષ કર્યો છે તેના માટે 300 કરતાં વધુ લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે. જેથી હવે આ લોકોનું સ્વપ્ન પૂર્ણ કરવાની જવાબદારી મરાઠા સમાજ પર આવી ગઈ છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે સવારે જરાંગેને રાજપત્ર પાટીલને સોંપ્યું હતું. મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા એક સમિતિનું નિયુક્તિ કરવામાં આવી હતી. તેમ જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા સમાજને લઈને જે વટહુકમ અને રાજપત્ર બહાર પાડ્યું છે એ બાબત માટે તેમનો આભાર, એવું પાટીલે કહ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને આરક્ષણ આપવાની દરેક માગણીને માન્ય કરતાં પાટીલે કહ્યું કે મે મારા જીવની ચિંતા ન કરતાં અનશન કર્યું હતું. આપણી બધી માગણીઓને અમલમાં મૂકવા માટે સરકારને એક વર્ષનો સમય આપવો જોઈએ. મારી એક વિનંતી છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મરાઠા સમાજે આરક્ષણ મળ્યા પછી ઉજવણી કરવા માટે જે ગુલાલ ઉડાવ્યો છે તેનો અપમાન થવા નહીં દો, એવું જરાંગેએ આજની સભામાં કહ્યું હતું.