આમચી મુંબઈમહારાષ્ટ્ર
અદાણીનું પુણેમાં રોકાણ: પીએમપીએલ સાથે કર્યા કરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણે શહેરના સાર્વજનિક પરિવહનના મહત્ત્વના સાધન પુણે મહાનગર પરિવહન લિમિટેડ (પીએમપીએલ) આવકના નવા સાધનોની તલાશ કરી રહ્યું છે ત્યારે તેમને અદાણીનો સાથ મળ્યો છે. પીએમપીએલ દ્વારા કાફલામાંથી ડિઝલ બસને રજા આપવા આવી છે અને ઈલેક્ટ્રિક બસોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
હવે આ બસ ગુગલ મેપ પર ક્યાં છે અને કેટલી વારમાં પહોંચશે તેની સુવિધા આપવાની તૈયારી થઈ રહી છે. આ બધાની વચ્ચે હવે અદાણી દ્વારા પીએમપીએલ બસના ચાર્જિંગ માટેના સાતમાંથી ચાર ચાર્જિંગ સ્ટેશન બાંધવામાં આવશે એવું જાણવા મળ્યું છે.
પીએમપીએલ અને અદાણી વચ્ચે થયેલા કરાર મુજબ આ કરારને પગલે થનારી આવકમાંથી 32.5 ટકા હિસ્સો પીએમપીએલને મળવાનો છે, આમ પીએમપીએલ માટે આવકનું નવું સાધન ઊભું થશે. બીજી તરફ શહેરના નાગરિકોને ઈલેક્ટ્રિકલ વાહનોના ચાર્જિંગ માટે એક સ્ટેશનની સુવિધા મળશે.