પાકિસ્તાનીનું સમર્થન કરી આ સ્ટેન્ડ અપ કોમેડિયન મુશ્કેલીમાં મુકાયો, X એકાઉન્ટ ડિએક્ટિવેટ

મુંબઈ: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ (India-Pakistan Tension) વધી ગયો છે. એવામાં સોશિયલ મીડિયા પર બંને દેશોના યુઝર્સ વચ્ચે પણ યુદ્ધ છેડાયું છે.
એક પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝરનું સમર્થન કરવા બદલ ભારતીય સ્ટેન્ડ અપ કોમેડિયન અભિષેક ઉપમન્યુ (Abhishek Upmanyu) મુશ્કેલીમાં ફસાયો છે. અભિષેકે તેનું X એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડ્યું છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીયો પાકિસ્તાન સામે સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે, પાકિસ્તાની યુઝર્સ પણ ભારતીયોને જવાબ આપી રહ્યા છે. જેમાં અભદ્ર ભાષા અને અપશબ્દોનો પણ ઉપયોગ થઇ રહ્યો છે.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી
શું છે મામલો?
ભારતના એક X યુઝરે પાકિસ્તાની મહિલાઓ વિશે અપમાનજનક પોસ્ટ કરી હતી. આ પોસ્ટનો પર પ્રતિક્રિયા આપતા, એક પાકિસ્તાની યુઝરે ભારતની ટીકા કરી. ભારતીયોની ટીકા કરતા પાકિસ્તાની યુઝરે લખ્યુંકે ‘પશ્ચિમમાં ભારતીયોને વંશવાદનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓ એને લાયક જ છે.’
અભિષેક ઉપમન્યુએ અભિષેકે પાકિસ્તાની યુઝરની આ પોસ્ટને લાઈક કરી અને ‘YES’ લખ્યું. ત્યારથી, અભિષેકને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સતત ટ્રોલિંગ બાદ અભિષેક ઉપમન્યુએ હવે પોતાનું એક્સ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે.
અભિષેક ઉપમન્યુ કોણ છે?
અભિષેક ઉપમન્યુ એક પોપ્યુલર સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર 5.26 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. લોકપ્રિય કોમેડી શો ‘ઓન એર વિથ AIB’ માં લેખક રહ્યા બાદ તેને ઓળખ મળી. ત્યાર બાદ તેણે સ્ટેન્ડ-અપ કોમેડીની દુનિયામાં પણ એક ખાસ છાપ છોડી છે.