આમચી મુંબઈમહારાષ્ટ્ર

એક ગામ આવું પણ, ગામવાસીઓના પ્રયત્નથી ગામે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર જીત્યો

લાતુર: મહારાષ્ટ્રના લાતુરમાં એક ગામે સ્થાનિક રહેવાસીઓનું સ્થળાંતર અટકાવવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ તેમને રોજગાર આપવા બદલ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર-૨૦૨૪ જીત્યો છે. ઔસા તાલુકામાં આવેલા ઉટી બુદ્રુક ગામને ૧૧ ડિસેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

લાતુર જિલ્લા પરિષદના સીઈઓ અનમોલ સાગરે જણાવ્યું હતું કે,મનરેગા હેઠળ ઉટી બુદ્રુક ગ્રામ પંચાયતે સ્થાનિકોને રોજગારી પૂરી પાડી અને કૌશલ્ય પ્રશિક્ષણ દ્વારા ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો.

જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓ દ્વારા રોજગારીની તકો પૂરી પાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો, વંચિત સમુદાયોને લાભ અપાયો. આ પ્રયાસોને લીધે, કેન્દ્ર સરકારે ઉટી બુદ્રુકને ગરીબી મુક્ત અને આજીવિકા વધારતા ગામ તરીકે જાહેર કર્યું છે.

આપણ વાંચો: માનક્ષિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્રિફરન્સિયલ ઇશ્યૂના માધ્યમથી ₹134.55 કરોડ પેમેન્ટ સંગ્રહવા માટેની યોજના

સ્થાનિક સ્તરે રોજગારી સુનિશ્ચિત કરવા ઉપરાંત, ગ્રામ પંચાયતે નજીવા દરે દુકાનો બાંધી અને ભાડાપટ્ટે આપી. આ પહેલથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થયું . ગામે સ્વ-સહાય જૂથો બનાવીને અને કૌશલ્ય વિકાસની તાલીમ આપીને મહિલાઓના સશક્તિકરણ પર પણ ધ્યાન આપ્યું. પરિણામે, મહિલાઓને વિવિધ કુટીર ઉદ્યોગોમાં રોજગારીની તકો મળી રહી છે.

ગ્રામ પંચાયતે ગામમાં સરકારી ઈમારતો પર ૧૦ સોલાર વોટર હીટર લગાવ્યા છે, જે ગ્રામજનોને મફત ગરમ પાણીની સુવિધા આપે છે. તે ઉપરાંત, ગામમાં પાકા રસ્તાઓ છે અને સુરક્ષા માટે ૩૫ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. ગ્રામ પંચાયત કચેરીમાં સંપૂર્ણ સુવિધાયુક્ત કોમ્પ્યુટર સેન્ટર પણ ઉભુ કરવામાં આવ્યું છે.

“ઉટી બુદ્રુકે સતત પ્રગતિ કરી છે અને આ ગામના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. અન્ય ગામોએ આને ઉદાહરણ તરીકે લેવું જોઈએ,” ઝેડપી ડેપ્યુટી સીઈઓ બાલાસાહેબ વાળાએ જણાવ્યું હતું.
પીટીઆઈ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button