આમચી મુંબઈમહારાષ્ટ્ર

પત્રા ચાલ પ્રોજેકટમાં મ્હાડાના 4,711 ઘર, રૂ. 1700 કરોડનો ફાયદો

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઇડી)ની કાર્યવાહીને લીધે વિવાદમાં આવેલી ગોરેગાવ પશ્ચિમની પત્રા ચાલ (સિદ્ધાર્થ નગર) આ વિવાદિત પ્રોજેકટ હવે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મહાડા) દ્વારા સામાન્ય નાગરિકોને 4,711 ફ્લૅટ મળવામાં છે, આ સાથે પ્લોટના વેચાણમાંથી પણ મ્હાડા 1700 કરોડ રૂપિયાની કમાણી કરશે.

મ્હાડા દ્વારા આ પ્રોજેકટ માટે મે. ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન કંપનીની નિમણૂક કરવામાં આવી હતી. પણ આ પ્રોજેકટનો વિકાસ કરવા માટે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મે. હાઉસિંગ ડેવલોપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના વાધવાન બ્રધર્સ તેમની કંપનીના ડિરેક્ટર તરીકે સામેલ કરવાની મંજૂરી આપતા આ પ્રોજેકટમાં મોટો ગોટાળો થયો હોવાની વાત સામે આવી હતી.


ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને આ પ્રોજેકટના પ્લોટને નવ ડેવલપરોને વેચી 90 કરોડ રૂપિયા મેળવ્યા હતા. આ સાથે મેડોજ હાઉસિંગ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકીને 465 ભાડૂતો પાસેથી 131 કરોડ રૂપિયા લીધા હતા અને માત્ર 672 મૂળ રહેવાસીઓ માટે પુનર્વસન હેઠળ ઘરો બાંધ્યા ન હોતા. પ્રોજેકટમાં ઘોટાળો થયું હોવાનું જણાતા વાધવાન બ્રધર્સની અટક કરવામાં આવી હતી અને આ પ્રોજેકટ રખડી પડ્યો હતો.


આ પ્રોજેકટ માટે હાઇ કોર્ટની સુનાવણીમાં મ્હાડાએ પોતાની દલીલો અને દાવા રજૂ કરી પ્રોજેકટને પોતાના હાથ હેઠળ લાવ્યો હતો. આ પ્રોજેકટ મ્હાડા પાસે આવતા 672 રહેવાસીઓ માટે બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે અને આ કામ માટે દરેક જરૂરી ભંડોળ પૂરું પાડવાનું પણ જણાવ્યું હતું.


પ્રોજેકટ માટે આઠ પ્લોટ પર મહાડાએ સામાન્ય નાગરિકો માટે ગૃહ નિર્માણ પ્રોજેકટ યોજના શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેકટનું કામ શરૂ કરવા માટે તપાસ પણ કરવામાં આવી હતી. મહાડાની આ યોજના હેઠળ ઓછી આવકવાળા માટે 4,711, મધ્યમ આવકવાળા માટે 1224 અને ઉચ્ચ આવકવાળા માટે 931 ઘરો બાંધવાની યોજના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…