આમચી મુંબઈમહારાષ્ટ્ર
ભિવંડીમાં દુકાનમાંથી 300 કિલો ગૌમાંસ જપ્ત

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલી દુકાનમાંથી પોલીસે 300 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું અને પ્રતિબંધિત માંસ ગેરકાયદે સંગ્રહ કરવા બદલ બે જણની ધરપકડ કરાઇ હતી.
ભિવંડીમાંની દુકાનમાં પોલીસે ગુરુવારે તપાસ કરી હતી, જેમાં રૂ. 76,000નું ગૌમાંસ મળી આવ્યું હતું, એમ સબ-ઇન્સ્પેક્ટર સાહેબરાવ ગાયકવાડે જણાવ્યું હતું.
આરોપીઓએ કથિત રીતે ગાયની કતલ કરી હતી અને તેનું માંસ વેચ્યું હતું. આ પ્રકરણે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)