આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

2,728 નાગરિકો કરશે ગૃહ-મતદાનની સુવિધાનો ઉપયોગ

મતદાન સુનિશ્ર્ચિત કરવા માટે 200 સ્ક્વૉડ તૈયાર

મુંબઈ: લોકસભાની ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણીપંચ દ્વારા મતદાર જાગૃતિ કેન્દ્રો, મતદાન પ્રશિક્ષણ કાર્યક્રમો જેવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એ ઉપરાંત દિવ્યાંગ અથવા તો વૃદ્ધ મતદારો જે ઘરેથી બહાર નીકળી મતદાન ન કરી શકે તેમની માટે ગૃહ-મતદાનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ મુંબઈ ઉપનગર વિસ્તારમાં યોજવામાં આવનારા મતદાન દરમિયાન 85 વર્ષ કરતાં વધુ ઉંમરના હોય તેવા તેમ જ 40 ટકા કરતાં વધુ દિવ્યાંગ હોય તેવા મતદારો માટે ગૃહ-મતદાનની સુવિધા પાડવામાં આવનારી છે અને એ માટે 2,728 માટે નોંધણી કરાવી છે.

આ તમામ મતદારો ઘરેથી પોતાના મતદાનની ફરજ બજાવી શકે એ માટે ચૂંટણી પંચે 200 સ્ક્વૉડ તૈયાર કરી છે. આ સ્ક્વૉડ 10મી અને 11મી મેના રોજ ગૃહ-મતદાનની પ્રક્રિયા પાર પાડશે.

મફત બસ અને ઑટો-રિક્ષાની સુવિધા

આ ઉપરાંત જે વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ ગૃહ-મતદાનની સુવિધા માટે નોંધણી નથી કરાવી તેમની માટે મતદાન કેન્દ્રથી મુખ્ય રસ્તા સુધી બેસ્ટ બસની મફત સુવિધા પણ રાખવામાં આવશે. જ્યાં જરૂર હશે ત્યાં મફત ઑટો-રિક્ષાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

85 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા

મુંબઈ શહેર
વિસ્તાર સંખ્યા
મલબાર હિલ 10,940
કોલાબા 8,358
માહીમ 7,551
ભાયખલા 5,597
મુંબાદેવી 6,799

          મુંબઈ ઉપનગર

વિસ્તાર સંખ્યા
બાંદ્રા(પશ્ર્ચિમ) 7,971
વિલેપાર્લે 7,350
અંધેરી(પશ્ર્ચિમ) 7,4,69
ગોરેગાંવ 6,992
ચેંબુર 4,811
ઘાટકોપર (પશ્ર્ચિમ) 4704
દહિસર 4,125

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button