દરિયાનું પાણી શહેરમાં ઘૂસતું અટકાવવા 20 સ્થળે ફ્લડ ગેટ બેસાડાશે, ફાયદો ક્યારે થશે?

મુંબઈ: મુંબઈમાં ૨૬મી મેના રોજ પડેલા વરસાદમાં મંત્રાલય, કેઇએમ હોસ્પિટલ જેવા નવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોરદાર વરસાદ પડી રહ્યો હોય અને તે સમયે ભરતી પણ હોય ત્યારે સમુદ્રનું પાણી નાળા દ્વારા શહેરમાં દાખલ થાય છે. આ સમુદ્રના પાણીને રોકવા માટે વીસ જગ્યાએ ફલ્ડ ગેટ બેસાડવાની પાલિકાની યોજના છે. આ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે જેનો ફાયદો આવતા વર્ષે ચોમાસામાં થશે.
ચોમાસું બેસવાના પહેલા જ દિવસે મુંબઈમાં ઠેકઠેકાણે પાણી ભરાયા અને પાલિકા દ્વારા નાળાની સફાઇ કરાઇ હોવાના દાવાઓ પોકળ સાબિત થયા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિંદમાતા, મિલન સબવે, ગાંધી માર્કેટ એમ દર વર્ષે આ જગ્યાએ પાણી ભરાય છે.
આપણ વાંચો: કોસ્ટલ રોડ કે સાઈડ ઈફેક્ટઃ …તો ચોમાસામાં મુંબઈમાં પાણી નહીં ભરાય…
આ સિવાય મંત્રાલય, મેટ્રો વિસ્તાર, કેઇએમ હોસ્પિટલ, વરલી નાકા, જે. જે. ફ્લાયઓવર નીચે અને કોલાબાના અમુક વિસ્તારમાં પહેલી જ વખત પાણી ભરાયા. ૨૬મી મે રોજ પડેલા વરસાદમાં પાણી ભરાવાના વધુ ૮૦ વિસ્તાર મળી આવ્યા. આ નવી જગ્યાઓ મળવાની સાથે પાલિકાએ પાણી ભરાવાનું કારણ પણ શોધવાનું શરૂ કર્યું.
પાણીનો નિકાલ કરવા માટે પંપ વધારવાનું પાલિકાએ નક્કી કર્યું તથા ફ્લેટ ગેટ બેસાડવાનો પણ નિર્ણય લેવાયો. અંદાજે વીસ જગ્યાએ ફ્લટ ગેટ બેસાડવામાં આવશે