મુંબઈના વધુ 2 રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો, પોલીસ સ્ટેશન મળ્યા | મુંબઈ સમાચાર

મુંબઈના વધુ 2 રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો, પોલીસ સ્ટેશન મળ્યા

મુંબઈઃ મુંબઈના ધમધમતા ઉપનગરીય રેલવે નેટવર્ક, જે દરરોજ લાખો મુસાફરોને વહન કરે છે, તેની સુરક્ષામાં ખૂબ જ જરૂરી વધારો થવા જઈ રહ્યો છે, જ્યાં પ્રવાસીઓની સુરક્ષા સહિત ગુનાઓ પર નિયંત્રણ રાખવાનું જરુરી બન્યું છે.

મોટા રેલવે સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન છે, પરંતુ હજુ નાના સ્ટેશનનો સમાવેશ કર્યો નથી. જોકે, મધ્ય રેલવેમાં વધુ બે સ્ટેશન આસનગાંવ અને લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) ખાતે બે નવા રેલવે પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે, જેથી હાલના સ્ટેશનો પરનો કાર્યભાર ઓછો થશે અને પ્રવાસીઓની સલામતીમાં સુધારો થશે.

ઝડપી શહેરીકરણને કારણે દૈનિક મુસાફરોની સંખ્યામાં તીવ્ર વધારો થઈ રહ્યો છે તે વચ્ચે આ સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. કલ્યાણ અને કસારા વચ્ચે શહાડ, ટિટવાલા, વાસિંદ અને આસનગાંવ જેવા વિસ્તરતા રહેણાંક વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. તેવી જ રીતે LTTમાં દેશભરમાંથી આવતી લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધતા કાયમ ભીડ જોવા મળી રહી છે.

આપણ વાંચો: વ્યંગ: પોલીસ સ્ટેશન પર ચોર ત્રાટકે તો…?!

ગુના નિવારણ-તપાસમાં પણ આવે છે અનેક અવરોધો

મુસાફરોની સંખ્યા વધવાની સાથે મોબાઇલ, કિંમતી વસ્તુઓની ચોરી અને મુસાફરો વચ્ચેના વિવાદો જેવા ગુનાઓમાં વધારો થયો છે. ભીડવાળી ટ્રેનો અને સ્ટેશનોને નિશાન બનાવતી ગેંગ પણ વધુ સક્રિય બની છે.

કલ્યાણ, કુર્લા, વડાલા અને વાશી સહિતના વધુ ભીડવાળા પોલીસ સ્ટેશનોને ઘણીવાર તાત્કાલિક કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે ગુના નિવારણ અને તપાસમાં અવરોધ ઊભો થાય છે.

આપણ વાંચો: સીએમ ઓફિસ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી! સેક્ટર 7 પોલીસ સ્ટેશન નોંધાઈ ફરિયાદ

એલટીટી રેલવેની હદમાં LTT સ્ટેશન, કુર્લા, તિલક નગરનો સમાવેશ

નવું શરુ કરેલું આસનગાંવ રેલવે પોલીસ સ્ટેશન કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશન પાસેથી નવ સ્ટેશનોનો કાર્યભાર હસ્તગત કરશે, જેમાં ટિટવાલા, ખડવલી, વાસિંદ, આસનગાંવ, આટગાંવ, તાનશેત, ખરડી, ઉમ્બરમાલી અને કસારાનો સમાવેશ થાય છે. એલટીટી રેલવે પોલીસ સ્ટેશન LTT સ્ટેશન, કુર્લા હાર્બરના પ્લેટફોર્મ 7 અને 8 (હાલમાં વડાલા RPS હેઠળ), તિલક નગર, ચેમ્બુર, ગોવંડી અને માનખુર્દ (અગાઉ વાશી RPS હેઠળ)ને આવરી લેશે.

રેલવે પોલીસ કમિશનર એમ. રાકેશ કલાસાગરના આદેશ મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જબર તંબોલીને LTT RPS ખાતે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સચિન મોરે આસનગાંવ RPSનું નેતૃત્વ કરશે.

આપણ વાંચો: પાકિસ્તાનમાં બળવોઃ બલુચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, બેંકોમાં આગચંપી

ભવિષ્યમાં અંબરનાથ-ભાયંદરમાં પોલીસ સ્ટેશન ખોલાશે

હાલમાં મુંબઈ ઉપનગરીય સેવાઓ, દરરોજ લગભગ 75 લાખ મુસાફરોનું પરિવહન કરે છે. વર્ષ 1999થી 17 રેલવે પોલીસ સ્ટેશન સેવા આપે છે. નવા સ્ટેશન સાથે કુલ 19 સ્ટેશન થશે, ભવિષ્યમાં અંબરનાથ અને ભાયંદરમાં સ્ટેશન ખોલવાની પણ યોજના છે. કમિશનર કલાસાગરે પુષ્ટિ કરી હતી કે આસનગાંવ અને એલટીટી પોલીસ સ્ટેશન સ્વતંત્રતા દિને સત્તાવાર રીતે ખુલશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button