મહારાષ્ટ્રમાં રેલવેના વિકાસ માટે 15,700 કરોડની કરી જોગવાઈઃ કેન્દ્રીય રેલ પ્રધાન

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજા વિશ્વમાં ત્રીજા ક્રમાંકે લાવવાની છે. આ સાથે અગાઉના બજેટમાંથી મહારાષ્ટ્રમાં રેલવેને 10 હજાર કરોડ રૂપિયા મળતા તે હવે વધારીને રૂ. 15,700 કરોડની જોગવાઈ કરી હતી, એમ રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન રાવસાહેબ દાનવેએ રવિવારે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના હિંગોલીથી મુંબઈ જનશતાબ્દી એક્સ્પ્રેસને ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન રાવસાહેબ દાનવે પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન દાનવેએ તેમના ભાષણમાં કહ્યું હતું કે આ માર્ગની સેવાનું સંભાજીનગર સુધી ડબલિંગ (ડબલ રેલવે લાઈન) કરવામાં આવશે.
ડબલિંગના કામકાજ માટે સરકાર સમક્ષ ભંડોળની જોગવાઈ પણ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં રેલવેને બજેટમાંથી 10,000 કરોડ મળતા હતા જે હવે વધારીને 15,700 કરોડ કરવામાં આવ્યું છે. 2024 સુધી રાજ્યની દરેક રેલવે લાઇનના ડબલિંગ કરવાનું સપનું વડા પ્રધાન મોદીનું છે.
પુણેથી અકોલા સુધી રેલવે લાઇનમાં હેડઓવર વાયર નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે અનેક જગ્યાએ પાવર સબ-સ્ટેશન ઊભું કરવા માટે જમીન નથી મળી. આ કામકાજ માટે સરકારની મદદ મળશે જેથી તિરુપતિ-અકોલા આ ટ્રેન સેવાને સુરત સુધી શરૂ કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.