આમચી મુંબઈ

અશ્લીલ ચેનચાળા કરનારા પડોશીનો વીડિયો ઉતારી બાળકીએ પાઠ ભણાવ્યો

માતાએ ફરિયાદ કાને ન ધરી એટલે બાળકીએ સાહસ કર્યું: વૃદ્ધ પડોશીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અશ્લીલ ચેનચાળા કરનારા 65 વર્ષના વૃદ્ધ પડોશીને 12 વર્ષની બાળકીએ બરાબરનો પાઠ ભણાવ્યો હોવાની ઘટના પરેલ વિસ્તારમાં બની હતી. પડોશીની હરકતની ફરિયાદ માતાએ કાને ન ધરતાં બાળકીએ જ તેનો વીડિયો બનાવ્યો હતો, જેને આધારે પોલીસે વૃદ્ધની ધરપકડ કરી હતી.

આ પ્રકરણે બાળકીની માતાએ એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર આરોપી પોસ્ટ ઑફિસમાં કામ કરતો હતો અને હાલમાં નિવૃત્ત છે. બાળકીનો પરિવાર બિલ્ડિંગના બીજા માળે રહે છે અને આરોપી પણ એ જ માળનો રહેવાસી છે.

આપણ વાંચો: છોકરીઓનો પીછો કરી અશ્લીલ ચેનચાળા કરનારો સગીર પકડાયો

ફરિયાદમાં જણાવાયું હતું કે પહેલી વાર મે મહિનામાં આ ઘટના બની હતી. બાળકી કોમન પેસેજમાં ઊભી હતી ત્યારે તેને જોઈને આરોપીએ અશ્લીલ ચેનચાળા કર્યા હતા. એ સિવાય પડોશના જ એક ઘરમાં બાળકી ટ્યૂશને ગઈ હતી ત્યારે આરોપીએ તેના પગને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.

બાળકીએ આ વાતની જાણ માતાને કરી હતી, પરંતુ માતાએ તેને ગંભીરતાથી લીધી નહોતી. પરિણામે બાળકીએ જ પડોશીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.

આપણ વાંચો: ફોકસઃ અશ્લીલતા માત્ર એક ધારણા નથી, પરંતુ ગંભીર અપરાધ છે

તાજેતરમાં આરોપીએ ફરી શરમજનક કૃત્ય કરતાં બાળકીએ મોબાઈલ ફોનથી તેનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયો ક્લિપ જોઈ માતાને આઘાત લાગ્યો હતો. પતિ સાથે ચર્ચા કર્યા બાદ માતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ નોટિસ બજાવી તેને છોડ્યો હતો. આરોપીએ અન્ય કોઈ બાળકી સામે આવા ચેનચાળા કર્યા છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button