`હક’ ફિલ્મમાં મુસ્લિમ સ્ત્રીની પ્રેરણાદાયક ભૂમિકામાં યામી

જંગલી પિક્ચર્સે ઇન્સોમ્નિયા ફિલ્મ્સ અને બાવેના સ્ટુડિયો સાથે મળીને પોતાની નવી ફિલ્મ `હક’ ની જાહેરાત કરી છે. આ એક દમદાર ડ્રામા છે, જે મોહમ્મદ અહમદ ખાન વર્સેસ શાહ બાનો બેગમ કેસમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી પ્રેરિત છે. ફિલ્મમાં યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે, અને તેનું દિગ્દર્શન સુપર્ણ એસ. વર્માએ કર્યું છે.
આ ફિલ્મ પર્સનલ લો અને સેક્યુલર લો વચ્ચેની ચર્ચા આગળ મૂકે છે.
હક', જિગ્ના વોરા દ્વારા લખાયેલી
બાનો: ભારતની દીકરી’ નામના પુસ્તક પર આધારિત એક કલ્પિત અને નાટકીય કહાની છે. શાહ બાનો બેગમ 80ના દાયકામાં પુષપ્રધાન સમાજમાં પોતાના સ્વાભિમાન અને હક માટે લડી હતી. ચાર દાયકાથી વધુ પહેલાં શરૂ થયેલી આ ચર્ચા આજે પણ આપણા સમાજમાં પ્રાસંગિક છે: શું ન્યાયનો અવસર સૌને સમાન મળવો જોઈએ નહીં? શું હવે એક દેશ, એક કાયદાનો સમય આવી ગયો છે? આપણે વ્યક્તિગત આસ્થા અને ધર્મનિરપેક્ષ કાયદા વચ્ચેની રેખા ક્યાં દોરીએ? શું સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ?
જંગલી પિક્ચર્સ હંમેશાં એવી ફિલ્મો બનાવે છે, જે કંઈક અલગ હોય છે અને સમાજના નિયમોને પડકારતી હોય છે. તેમની ફિલ્મોમાં બેબાકપણું અને સાહસ જોવા મળે છે. રાજી',
તલવાર’ અને બધાઈ હો' જેવી શાનદાર ફિલ્મો બાદ, આ સ્ટુડિયો એક વધુ રસપ્રદ અને દમદાર કહાની લઈને આવ્યો છે, જે દર્શકોને જરૂર ગમશે.
હક’ યામી ગૌતમ ધર માટે `આર્ટિકલ 370’માં તેમના શાનદાર અભિનય બાદની સિનેમા જગતમાં આગલી મોટી દસ્તક છે.
હક’માં તેઓ એવી પ્રેરણાદાયક મુસ્લિમ સ્ત્રીની ભૂમિકામાં છે, જે અન્યાય સામે ઝુકવા ઇનકાર કરે છે. ખોટી રીતે છોડી દેવામાં આવેલ અને બેસહારા થયેલી, તે પોતાના અને પોતાના બાળકો માટે કલમ 125 હેઠળ પોતાનાહક’ની માંગણી સાથે કોર્ટમાં મોટી લડત લડે છે. યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમી આ ફિલ્મમાં પહેલી વાર સાથે આવી રહ્યા છે. તેમાં ઇમરાન હાશમી એક સમજદાર અને જાણીતા વકીલની ભૂમિકામાં છે, જ્યારે યામી એવી લડતનું નેતૃત્વ કરે છે, જે સમાજને વિચારવા મજબૂર કરે છે કે તેઓ કઈ બાજુ છે. એક માતાનું સાચું અને અડગ સાહસ જ `હક’ નું હૃદય છે. આ એક ખૂબ જ રોમાંચક અને અપ્રત્યાશિત ફિલ્મ છે, જેમાં અનેક ચોંકાવનારા વળાંકો, લાગણીઓ અને ડ્રામા ભરેલા છે.
આપણ વાંચો : આ ફિલ્મ વિશ્વભરના ગુજરાતીઓએ જરૂર જોવી જોઈએ…